રાજયમાં કોરોના કેસો વધી રહ્યા છે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. અને આ લહેરમાં યુવાવર્ગ અને બાળકો વધારે સંક્રમિત થઇ રહ્યા છે આણંદ જિલ્લામાં બાળકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. છેલ્લા બે મહિનાના આંકડા પર નજર કરીએ તો એપ્રિલમાં 104 અને મે મહિનાના 11 દિવસમાં 113 કેસ નોંધાયાં છે. આમ 60 દિવસમાં 217 બાળકો મહામારીના ઝપેટમાં આવી ગયાં છે. 11મીના રોજ કોરોનાના રેકર્ડ બ્રેક 231 કેસ નોંધાયાં હતાં. જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જોકે, કોરોનાના બીજા ચરણમાં બાળકો પર વધુ ઘાતક જોવા મળી છે. પ્રથમ ચરણમાં બાળકોને ખાસ અસર જોવા મળી ન હતી પરંતુ બીજા ચરણમાં કોરોનાએ બાળકોને પણ બાકી રાખ્યાં નથી.
છેલ્લા દોઢ મહિના દરમિયાન 3,739 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં 217 બાળકોનો સમાવેશ થાય છે. એપ્રિલ મહિના દરમિયાન 1,857 કેસમાંથી 104 દર્દી 18 વર્ષથી નીચેની ઉંમરના સામે આવ્યાં હતા. જ્યારે મે મહિનાના 11 દિવસમાં જ 1,882 દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં 18 વર્ષથી નીચેની ઉંમરના 113 કેસનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે કોરોના કહેરે રાજ્યમાં હાલત અતિ ખરાબ કરી દીધા છે.