Aravalli : ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે ત્યારે આજે કત્લની રાત છે, મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો તમામ આયોજન કરતા હોય છે, અને મત મેળવવા રીતસર વલખાં મારે છે, દારૂ,નાસ્તો,જમણવારની જાયફત કરાવતા હોય છે. મોડાસાના અરવલ્લીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.અરવલ્લીમાં સ્થાનિકોએ દારૂની ગાડિ પકડી પાડી છે જેના લીધે પોલીસ તંત્ર પર હાલ સવાલ ઉભા થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી માલપુરના અણિયોર ચોકડી પાસે સ્થાનિકોએ અંગ્રેજી દારૂ ભરેલી જીપ ઝડપી પાડી હતી.ઘટનાસ્થળે પોલીસ આવે તે પહેલા જ લોકોએ લૂંટ ચલાવી હતી.રીતસર લોકો દારૂની બોટલ લઇને નાસતા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે સાંજે માલપુરના અણિયોર ચોકડી પાસે દારૂ ભરેલી કાર પસાર થતી હોવાની બાતમી સ્થાનિક કાર્યકરોને હતી. જેને લઈ કાર્યકરોએ ગાડી આવતા પીછો કર્યો હતો અને કારમાં ખીચોખીચ દારૂ ભરેલો હતો. સ્થાનિકોએ દારૂ ઝડપીને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવે એ પહેલાં દારૂની લૂંટ માટે પડાપડી ચાલી હતી. જોકે પોલીસે દારૂ ભરેલી કારનો કબજો મેળવી કાર માલપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે માલપુર પોલીસ સ્ટેશનથી રાજસ્થાન સરહદ માત્ર 12 કિલોમીટર દૂર છે. આમ તો અંતરરાજ્યની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત હોવાના તંત્ર દાવા કરતો હોય હોય છે.પોલીસ તંત્ર પર હાલ મોટા સવાલ ઉભા થઇ રહ્યા છે.સ્થાનિકો લોકોએ ગાડિ પકડી પાડિ હતી તો પોલીસ શું કરી રહી છે.
અરવલ્લી માલપુરના અણિયોર ચોકડી પાસે સ્થાનિકોએ અંગ્રેજી દારૂ ભરેલી જીપ ઝડપી પાડી હતી. પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે દારૂની ખેપ ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસ આવે એ પહેલાં દારૂની લૂંટ માટે પડાપડી ચાલી હતી.પોલીસે હાલ આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે, ચૂંટણી પહેલા કોણે આ દારૂ મંગાવ્યો હતો તેની હાલ તપાસ હાછ ધરી છે