જયદીપ પરમાર, મંતવ્ય ન્યુઝ-છોટાઉદેપુર
ગુજરાત રાજ્ય ના છોટાઉદેપુર જિલ્લામાં તથા મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તાર અલીરાજપુર, ધાર, ઝાબુઆ,બડવાની, ખરગોન સહિત મધ્યપ્રદેશ ના પુરા માળવા અને નિમાડ ક્ષેત્રમાં વર્ષ દરમ્યાન જ્યાં જ્યાં હાટ બજાર ભરાતા હોય તે સ્થળે હોળી પૂર્વે એક સપ્તાહ પહેલા ના હાટ ભંગોરીયા હાટમાં ફેરવાઇ જતા હોય છે.
ગુજરાત ના છોટાઉદેપુર, કવાંટ,ઝોઝ, રંગપુર (સ) દેવહાટ,પાનવડ,ભીખાપુરા, વગેરે સ્થળોએ ભરાતા ભંગુરીયા ઉપરાંત મધ્યપ્રદેશ માં કઠીવાડા, ચાંદપુર, અલીરાજપુર,છકતલા,વખતગઢ,ફૂનમાલ,સોરવા,સોઢવા,ઉમરાલી,બરઝર,વાલપુર,ઉદયગઢ, આમ્બુઆ, સહિત સમગ્ર મધ્યપ્રદેશ રાજ્યમાં ૬૦ થી વધુ ભંગોરીયા હાટ યોજાઇ છે જે પૈકી નો વાલપુર ખાતે યોજાતો ભંગોરીયા હાટ વિશ્વ વિખ્યાત અને વિશેષ મનાય છે.
ભંગોરીયા હાટ એ પુરા વર્ષ દરમ્યાન કામ માં વ્યસ્ત આદિવાસી ઓ માટે થોડાક હળવા થઈ પોતાના પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી આદિવાસી આભૂષણો થી સજ્જ થઈ ને પોતાની આગવી સંસ્કૃતિ પ્રસ્તુત કરી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા ઓ જીવંત રાખવા નો પ્રયાસ કરાતો હોય છે.
ભંગોરીયા હાટમાં યુવા યુવતીઓ બેહદ સુંદર રીતે સોળે કળાએ સજીધજીને તૈયાર થઈ ને આવતા હોય છે અને આદિવાસી વાજિંત્રો મોટલા ઢોલ, વાંસળી, ખળખળસીયા, ઘૂઘરા ના તાલે મોટી સંખ્યામાં લોકો તાલબદ્ધ નાચી ને આનંદ લૂંટતા હોય છે.
અહીં આ વર્ષે ખાસ ઉલ્લેખનીય છે કે કોરોના એ ફરી માથું ઉંચકતા છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન એ ભંગોરીયા હાટ સહિત ના મેળા ઓ નહીં યોજાય નું જાહેર કરતાં ભંગોરીયા હાટમાં મહાલવા ના રસીયાઓ માં નારાજગી જોવા મળી છે..