Kutchh/ ભુજમાં યુવકનું મશીનમાં આવી જતા થયું કમકમાટીભર્યુ મોત

કચ્છમાં ભુજની ભાગેળે આવેલા નાગોર રોડ પર ફેક્ટરીમાં કામ કરતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.

Top Stories Gujarat
Image 2024 07 05T121246.028 ભુજમાં યુવકનું મશીનમાં આવી જતા થયું કમકમાટીભર્યુ મોત

Kutchh News: કચ્છમાં ભુજની ભાગેળે આવેલા નાગોર રોડ પર ફેક્ટરીમાં કામ કરતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. ગ્રાઈન્ડિંગ મશીનમાં આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કચ્છ જીલ્લામાં ભુજની નજીક આવેલા ભંગારના વાડામાં ફૌઝાન રમજુ સામેજા નામનો યુવાન કામ કરી રહ્યો હતો. દરમિયાન તેના શરીરનાં અંગો મશીનમાં આવી જતાં શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આકસ્મિક દુર્ઘટના સર્જાતા મૃતકના ઘરમાં શોક ફેલાયો છે. પરિવારે ઘરનો સભ્ય ગુમાવતા શોકની લાગણી છવાઈ છે. નાગોર રોડ પર ફેક્ટરીમાં અકસ્માતથી હવે માલિક મૃતકને વળતર ચૂકવે છે કે નહિ તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

આ પણ વાંચો: હું સુસાઇડ કરું છું…મારા પ્રોફેસર મારી સાથે માનસિક સતામણી કરે છે અને….

આ પણ વાંચો: બનાસકાંઠા, સુરત,  તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી