લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસ ઘણીવાર તેના કન્ટેસ્ટન્ટને લઇને ચર્ચામાં રહે છે, પરંતુ નવી સીઝન બિગ બોસ 13 ઘણી રીતે જુદી અને ખાસ રહી હતી. પ્રથમ વખત એવું બન્યું છે કે સારા ટીઆરપીને કારણે બિગ બોસ 13 નો સમયગાળો એક મહિના માટે વધારવામાં આવ્યો હતો. 105 દિવસ ચાલતા સીઝનને વધારીને 140 દિવસ કરવામાં આવ્યો હતો.
બિગ બોસની છેલ્લી 12 સીઝનમાં આ પ્રથમ વખત બન્યુ હતુ કે શો ને આટલા દિવસો સુધી વધારવામાં આવ્યુ હોય. બિગ બોસ 13 માં પ્રથમ વખત વિજેતાની ઇનામની રકમ 50 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી હતી. જો કે આની પુષ્ટિ થઈ નથી. આ એકમાત્ર સીઝન હતી જેમાં સ્પર્ધકોને ન માત્ર ગાળો દેવાની છૂટ હતી, પરંતુ એકબીજાને ધક્કો મારવાની પણ છૂટ હતી. જેની ખાતરી એ વાત થઇ શકે છે કે બિગ બોસનાં આશરે અડધો ડઝન સ્પર્ધકોની આંગળીમાં ફ્રેક્ચર થઇ ગયુ હતુ.
એકંદરે, એમ કહી શકાય કે બિગ બોસ એટલે કે બિગ બોસ 13 ની નવી સીઝન ઉત્તમ અને દરેક રીતે અલગ હતી. બિગ બોસ 13 નો સૌથી મોટો ગેમર કહેવાતા હરીફ અબરાના ડબરા પારસ છાબરા શો માંથી 10 લાખ રૂપિયાની રકમ લઇને બહાર નીકળી ગયો હતો.
પારસ છાબરાએ 10 લાખ રૂપિયાની ઓફરને સ્વીકારી પોતાની ચાલાકીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિનાલે પહેલાં, ગૂગલમાં પારસ છાબરાને વિજેતા કહેવામાં આવ્યો હતો. પછી સમાચાર આવ્યા કે સિદ્ધાર્થ શુક્લાને બિગ બોસ 13 નો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે, ફક્ત ઔપચારિકતા જ બાકી છે. આ સીઝનમાં પારસ છાબરાએ સાબિત કરી બતાવ્યુ છે કે તેણે આ ગેમને જેટલી બુદ્ધિથી રમી છે તેટલુ કોઇ જ રમી શક્યુ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.