Botad News: બોટાદમાં (Botad) આજે નવા વર્ષના દિવસે સાળંગપુર (Salangpur) ખાતે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નૂતન વર્ષના પ્રારંભે હનુમાન દાદાને સુવર્ણના વાઘા પહેરાવ્યા હતા. આજે વિશેષ પૂજન સાથે બપોરે અન્નકૂટ ધરાવાશે.
બોટાદમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલું કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે નૂતન વર્ષના પ્રારંભે હજારો ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હનુમાનજીને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો હતો. હજારોની સંખ્યામાં ભાવિકો દર્શને ઉમટી પડ્યા હતા. તેમજ વિશેષ પૂજન સાથે આજે બપોરે અન્નકૂટ ધરાવવામાં આવશે.
ભાવિકોએ આજે નૂતન વર્ષે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે દાદાનો શનિવાર અને નવા વર્ષનો પ્રથમ દિવસે અનોખો સંયોગ બનવા પામ્યો છે. કષ્ટભંજન મંદિરના કોઠારી અને શાસ્ત્રી સ્વામીએ નૂતન વર્ષે ભાવિકોને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પણ વાંચો:બોટાદના સાળંગપુર મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
આ પણ વાંચો:સાળંગપુર કષ્ટભંજન દેવને અત્તરથી સુશોભિત કરાયાં
આ પણ વાંચો:કષ્ટભંજન દેવને આઝાદી પર્વ નિમિત્તે કરાયો તિરંગાનો શણગાર