Kheda News: ખેડામાં (Kheda) દંતાલીમાં (Dantali) કાદવ-કીચડ તેમજ ગંદા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા છે. રસ્તાઓ બિસ્માર હોવાથી લોકોને અહીં સારવાર માટે એમ્બ્યુલન્સ (Ambulance) પણ નસીબમાં નથી.
ખેડા જીલ્લાનો કપડંજ તાલુકામાં આવેલું દંતાલી ગામ જ્યાં ઘણા સમયથી રહીશો કાચા રસ્તાઓ પર ચાલી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. ત્યારે અંદાજે 140 ઘરોની વસ્તી ધરાવતું દંતાલી ગામમાં લોકોને ગંદા પાણીમાં નનામી લઈ જવા મજૂબર થવું પડ્યું છે. આવી અગવડતામાં મૃતકના પરિજનોને મહામુસીબતે પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી.
દંતાલી ગામે નવારતન જતો લડુજીના મુવાડા વિસ્તારનો ચોમાસાની ઋતુમાં રસ્તો અત્યંત બિસ્માર બની જતો હોઈ અનેક મુશ્કેલીઓ વેઠવી પડી છે. રસ્તા પર ઠેર ઠેર ક્યાંક કીચડ અને ક્યાંક ભરાયેલા પાણી વચ્ચેથી સ્મશાન યાત્રા લઈ જવી પડી હતી. એટલું જનહીં અહીં ચોમાસાની ઋતુમાં તાત્કાલિક સારવાર માટે આવતી 108 પણ આવી શકતી નથી. સ્થાનિક નાગરિકો પણ નિત્ય કામ ધંધો કરવા માટે પણ અગવડતાનો સામનો કરવાનો વારો આવે છે. મામલતદાર, સરપંચ પ્રજા પ્રત્યે કોઈ જવાબદારી બનતી નથી તેમ લોકો કહી રહ્યાં છે.
આવી જ ઘટના ખેડાના મહુધામાં બની હતી જ્યાં કાચા રસ્તા પરથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. મહુધાના ધંધોડીના કાચા રસ્તા પરથી લોકો એક શખ્સની અંતિ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સામાન્ય દિવસોમાં પણ ધંધોડીથી ધંધોડીથી રુદણ જતો ટીમલીનો રસ્તો વધુ બિસ્માર હાલતમાં છે. જયારે હાલ ચોમાસાની સિઝન છે ત્યારે વરસાદના કારણે આ રસ્તો કાદવ-કીચડથી ભરેલો બન્યો છે.
ગુજરાત વિકસિત થયું છે પરંતુ ખેડા જિલ્લો હજુ પણ વિકાસથી વેગળો છે. અગાઉ ખેડા જિલ્લાના નડિયાદમાં ગળાડૂબ પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા મજબૂર થયા હતા. ભગવાનપુરા ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું પરંતુ ગામથી સ્મશાન જવાનો રસ્તો વધુ ખરાબ હોવાના કારણે લોકોમાં ગળાડૂબ પાણીમાં પસાર થતા એ વ્યક્તિની અંતિમયાત્રા કાઢી હતી.