- અમદાવાદમાં પોલીસકર્મીની દાદાગીરી
- ચાંદખેડા પોલીસની દાદાગીરી
- પોલીસકર્મી મહિપાલસિંહની દાદાગીરી સામે આવી
- સગીર બે છોકરાઓને લાકડીઓ વડે માર માર્યો
અમદાવાદમાં વધુ એક વખત ચાંદખેડા પોલીસની દાદાગીરી સામે આવી છે. થોડા દિવસો પહેલા સિનિયર સિટીઝન પર અત્યાચાર બાદ હવે સગીર વયના છોકરાઓને ચાંદખેડા પોલીસે ઢોર માર માર્યાની ફરિયાદ સામે આવી છે. ચાંદખેડા પોલીસના કર્મચારીએ બે સગીરોને ઢોર મારમાર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સગીરો વચ્ચેના ઝઘડામાં પોલીસે વચ્ચે પડી બે સગીરને ઢોર મારમાર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો :ગુજરાતી કલાકારોમાં ફેલાયો કોરોના, ફિલ્મ ‘છેલ્લો દિવસ’નો આ એક્ટર થયો પોઝિટિવ
ચાંદખેડા પોલીસ સ્ટેશનના મહિપાલસિંહે બે સગીર ભાઈઓને લાકડી વડે મારમારતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની જરૂર પડી હતી.સગીરો વચ્ચેની મજાક મસ્તીમાં પોલીસ કર્મચારી મહિપાલસિંહે જરૂર વગર દરમ્યાનગીરી કરી મારમર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ કર્મી મહિપાલસિંહ અન્ય એક સગીરના પરિચિત હોવાના કારણે સગીરોને ગેરકાયદે માર મર્યાનો આરોપ છે. કસૂરવાર પોલીસે સગીરોને માર મારવા ઘરની બહાર બોલાવ્યા અને ત્યાર બાદ માર માર્યો હતો.ત્યારે ચાંદખેડા પોલીસે આરોપી પોલીસ કર્મી મહિપાલસિંહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવવાના કોંગ્રેસ સરકારના ખેલો સામે પંચમહાલ ભા.જ.પ.પણ લાલઘૂમ..!!
આ પણ વાંચો :સુડામડા ગામે ઝડપાયેલા ખનીજ ચોરી માં ફરિયાદ,34.64 કરોડના મુદામાલ સાથે ફરિયાદ દાખલ.
આ પણ વાંચો : સી.યુ.શાહ નર્સિંગ કોલેજમાં પરિણામ અને સર્ટિફિકેટ અટકાવી ફી ભરવા દબાણ કરાતું હોવાથી વિદ્યાર્થીઓમાં
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે ખેડૂતોની હાલત દયનીય, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન