2020 નું વર્ષ કોરોનાનું વર્ષ કહેવાયુ હતું એમ કહીએ તો પણ ખોટુ નથી. આ વર્ષમાં કોરોનાનો કહેર યથાવત જ રહ્યો હતો, ત્યારે વડા પ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર દેશ સંપૂણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો, ત્યારે જિમ, કોમ્પ્લેક્ષ જેવી જગ્યાઓ જ્યાં લોકો વધુ જોવા મળતા હોઈ તે પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
વળી જ્યારે ધીમે ધીમે કોરોનાનો કહેર ઓછો થતો ગયો એટલે તબક્કા વાર છૂટ આપવામાં આવી હતી. ત્યારે આ ધંધાદારીઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આજ રોજ ગાંધીનગર શહેરમાં 8 જેવા જિમને સીલ કરી દેતા વળી આ જિમનાં માલિકોને મોટો ફટકો પડી રહ્યો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, આ 8 જિમમાં ફાયર સેફ્ટીનાં સાધનો ન હોવાના લીધે તેને સીલ કરી દેવામાં આવ્યા છે. શહેરનાં બ્લેક ધ જિમ, ઓમ ફિટનેસ, પ્રાઈમ ફિટનેસ, સ્કાય ફિટનેસ જિમ, બ્રેવ લાયન ડેન, શિવ ફિટનેસ, જિમ લોજ, વન લાઈફ ફિટનેસ જેવા જિમો સરકાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ફરી પાછા જિમ સંચાલકો ઉપર સંકટનાં વાદળો છવાયા હોય તેવુ દેખાઇ રહ્યુ છે.
Gujarat: રાજકોટ ટ્રાફિક પોલીસનાં છબરડાનો રોગ UP પોલીસને લાગ્યો
Ahmedabad: પ્રેમસંબંધમાં સગીરાના પરિવારે યુવકનું કર્યું ફિલ્મી ઢબે અપહરણ અને ફેંકી દીધો કેનાલમાં…
Cricket / પ્રથમ દિવસની રમતનાં અંતે ભારતે 6 વિકેટ ગુમાવી બનાવ્યા 300 રન, અંતિમ સત્ર રહ્યું ઈંગ્લેન્ડનાં નામે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…