Not Set/ ગોંડલમાં એક જ પરિવારના 9 સભ્યોને કોરોના પોજીટીવ આવતા ભારે ફફડાટ ફેલાયો

ગોંડલ શહેરનાં સહજાનંદ નગર વિસ્તારમાં આજે એક જ પરીવાર નાં નવ વ્યક્તિ સહિત અન્ય બે મળી કુલ અગીયાર વ્યક્તિ પોઝિટિવ બની હોય સોસાયટીમાં ફફડાટ ફેલાયો છે.સહજાનંદ નગર ઉપરાંત કોર્ટ સંકુલ અને શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. આ અંગે બ્લોક હેલ્થ ઓફીસર ડો. ગોયલને પૂછતાં તેમણે પોઝિટિવ કેસ કેટલા આવ્યા […]

Gujarat
1 8 ગોંડલમાં એક જ પરિવારના 9 સભ્યોને કોરોના પોજીટીવ આવતા ભારે ફફડાટ ફેલાયો

ગોંડલ શહેરનાં સહજાનંદ નગર વિસ્તારમાં આજે એક જ પરીવાર નાં નવ વ્યક્તિ સહિત અન્ય બે મળી કુલ અગીયાર વ્યક્તિ પોઝિટિવ બની હોય સોસાયટીમાં ફફડાટ ફેલાયો છે.સહજાનંદ નગર ઉપરાંત કોર્ટ સંકુલ અને શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. આ અંગે બ્લોક હેલ્થ ઓફીસર ડો. ગોયલને પૂછતાં તેમણે પોઝિટિવ કેસ કેટલા આવ્યા તેના આંકડા આપવાનો ઇન્કાર કરી ઉપરથી જ મનાઇ હોવાનું જણાવ્યું હતું.

એક બાજુ તંત્ર કોરોના અંગે મૌન ધારણ કરી બેઠું છે.બીજી બાજુ લોકો રસીકરણ ચાલું હોવાં છતાં તકેદારી દાખવવાને બદલે રસીકરણથી દૂર ભાગતાં હોય શહેરમાં સંક્રમણ વધી રહયું છે.તંત્ર અને લોકો સજાગતા દાખવતાં ન હોય ગોંડલ ઝડપથી કોરોનાગ્રસ્ત બની રહ્યુ છે. તંત્ર તો તેણે કરવાની થતી કામગીરી કરશે પરંતુ જો લોકો સાવચેતી નહીં રાખે તો સંક્રમણનો ભોગ તો તેમને જ બનવાનું આવશે. આથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતની તકેદારી અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરવામાં દંડ ચૂકવવાનો આવે જ છે, પરંતુ દંડ ન હોય તો પણ આ બાબતને અનિવાર્ય બનાવી દેવી એ જ સમયની માગ છે.

મોરબી જિલ્લામાં સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ કુલ 1960 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામા આવ્યા હતા. જેમાંથી માત્ર 22 દર્દી જ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 7 દર્દી ડિસ્ચાર્જ થયા છે. મોરબી જિલ્લામાં શુક્રવાર સુધીમાં એકટિવ કેસ 189 દર્શાવવામાં આવ્યા છે. તો છેલ્લા એક મહિનામાં એક પણ નવા દર્દીનું મોત જાહેર કરવામાં આવ્યું નથી.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજદિન સુધીમાં 193166 દર્દીના સેમ્પલ ટેસ્ટ કર્યા હોવાનું અને તેમાંથી 3667 દર્દી પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું આ પૈકી 3257 સ્વસ્થ થઈ ગયા હોવાની જાહેરાત કરવામાં આવી છે.

મોરબીમાં કોરોના સંક્રમણ વધતા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી તા.2 થી 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા નક્કી કર્યું છે જેની તમામ અસીલોએ નોંધ લેવા જણાવાયું છે.મોરબી શહેર જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર હોવાની ગંભીર નોંધ લઈ મોરબી બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક ઠરાવ કરી આવતીકાલે તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા ઠરાવ કરવામાં આવ્યો છે અને આ દિવસો દરમિયાન માત્ર અરજન્ટ કામગીરી કરી કોર્ટ કેમ્પસ છોડી દેવા પણ વકીલ મિત્રોને જણાવાયું છે, સાથે સાથે નામદાર કોર્ટને પણ વિનંતી કરી વકિલોની ગેરહાજરી દરગુજર કરી અલગ અલગ સ્ટેજે રહેલા કેસ યથાવત રાખવા વિનંતી કરી છે અને અરજન્ટ યુટીપી કેસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ મોરબી બાર એસોસીએશન પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જણાવાયું છે. વાંકાનેરમાં પણ કોરોના કેસની સંખ્યા વધતાં વકિલોઅે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું નક્કી કર્યું છે.