નશાનો વેપાર/ ગુજરાતમાં સરેઆમ પાનના ગલ્લે આલ્કોહોલનું વેચાણ, આયુર્વેદીક સીરપનાં નામે આલ્કોહોલનો વેપાર

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાનની દુકાનોમાં ચાલતું આ રેકેટ કે જે આયુર્વેદિક સીરપના નામે નશીલા પદાર્થનો વ્યવસાય કરી રહ્યા હતા, તેનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે

Top Stories Gujarat
Ayurvedic Medicine

 તાજેતરમાં જ ગુજરાતમાંથી એક મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. જે આયુર્વેદિક સીરપના નામે યુવાનોને નશામાં ધુત કરવાનું કામ કરતુ હતું. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાનની દુકાનોમાં ચાલતું આ રેકેટ કે જે આયુર્વેદિક સીરપના નામે નશીલા પદાર્થનો વ્યવસાય કરી રહ્યા હતા, તેનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં રાજકોટ અને આસપાસના જિલ્લામાં  આ વસ્તુ પહોચે તે પહેલા જ 5 ટ્રકમાં 73, 275 બોટલ સીરપ કબ્જે કરી 73 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોઈ એ પણ ન વિચાર્યું હોય કે આયુર્વેદિક સીરપની બોટલો નો સહારો લઇને આલ્કોહોલનું વેચાણ પાન ના ગલ્લા પર કરવામાં આવતું હતું. આ બાબતને લઈને રાજકોટના પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવને માહિતી મળી હતી કે, રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાનનાં ગલ્લા પર આયુર્વેદીક સીરપનાં નામે આલ્કોહોલીક પદાર્થ વેંચાઈ રહ્યા છે. આને સહારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપવામાં આવ્યો કે આ ઘટનાને લઈને પુરતી તપાસ કરવામાં આવે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બી ટી ગોહિલ અને ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ શહેરમાં આયુર્વેદિક સીરપની બોટલો સપ્લાય માટે આવી રહી છે.

આ વાતની જાણ પોલીસ ને થતા તેમને દરેક જગ્યાએ વોચ રાખવાની શરુ કરી દીધી, એકસાથે રાજકોટ ઉપરાંત આસપાસના તમામ જિલ્લામાં સપ્લાય માટે નીકળેલા પાંચ ટ્રક મળી આવ્યા હતા, પોલીસની સખત નજર ને કારણે તપાસ કરતા પાંચ ટ્રકોમાંથી અલગ અલગ 6 જેટલી બ્રાન્ડની 73,275 સિરપની બોટલ મળી આવી હતી. મળતી માહિતી અનુસાર તેની અંદાજિત કિંમત રૂપિયા 73.27 લાખ જેટલી થાય છે. હાલ પોલીસે આયુર્વેદીક સીરપનો જથ્થો સીલ કરી એફએસએલ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી જાણવા જોગ ફરીયાદ નોંધી છે.

કેવી રીતે પોલીસે પાર પાડ્યું ઓપરેશન ?
પોલીસના કહેવા અનુસાર જે બાતમી તેમની મળી હતી તેના આધારે હુડકો વિસ્તારમાં આવેલા નાગરિક બેન્ક ચોક પાસે સર્વિસ રોડ પર માધવ કોમ્પલેક્સના પાર્કિંગમાં શંકાસ્પદ રીતે પડેલા પાંચ જેટલા ટ્રકની તલાશી લીધી હતી. તેમાંથી શંકાસ્પદ ગણાતી સીરપની 73275 બોટલો મળી આવી હતી. આ પછી પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતાં ટ્રકમાંથી ગીતાંજલી દ્રાક્ષાસવ સ્પેશ્યલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી કુલ 73275 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂ.73,27,500 જેટલી થવા જાય છે.

શું એફએસએલ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગ કરશે તપાસ ?
પોલીસે આ બાબતે સપૂર્ણ તપાસ હાથ ધરી છે. આ સીરપમાં આલ્કોહોલનું કેટલું પ્રમાણ છે અને છે કે નહિ તેની જાણકારી અને રિપોર્ટ મેળવવા માટે તેના સેમ્પલ લઇ અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તેની સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની પણ આ કાર્યમાં મદદ લેવામાં આવી છે ત્યાંથી ચોક્કસ રિપોર્ટ મળ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે આખરે સીરપનો આટલા મોટા પ્રમાણમાં જથ્થો ક્યાંથી રાજકોટમાં આવ્યો છે. કોના દ્વારા તે લાવવામાં આવ્યો છે, કોને આપવાનો હતો આ દરેક પાસા ને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આયુર્વેદીક સીરપનાં નામે વેંચાતી આલ્કોહોલ યુક્ત પદાર્થની બોટલો મેડ ઈન વડોદરા હોવાનું સામે આવ્યું છે. જોકે તેનું માર્કેટીંગ મુંબઇ મહારાષ્ટ્ર થી થતું હોવાનું સામે આવ્યું છે. જોકે એફએસએસઆઇના નિયમો અને રજીસ્ટ્રેશન પર સ્ટીકરમાં ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા રેકેટનો પર્દાફાસ થાય તેવી શક્યતાઓ રહેલી છે.

આ પણ વાંચો:ભારે વરસાદની આગાહી/07 થી 09મી જુલાઇ અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા

આ પણ વાંચો:Mumbai-Ahmedabad bullet train project/ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગ , ગુજરાતમાં ત્રણ નદીઓ પર એક મહિનામાં બન્યા પુલ