દુઃખદ/ મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 2 દિવસમાં 2 પુત્રના મોત, પિતાની હાલત ગંભીર

કોરોનાની બીજી લહેર દેશ પર કહેર વરસાવી રહી છે અને લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે આ પરિવાર પર આભ ફાટી પડ્યુ હતું. પરિવારના બે દિકરાનું કોરોનાના કારણે મૃત્યુ મૃત્યુ પામ્યા  પિતાની તબિયત  પણ નાદુરસ્ત બંને દિકરા વિશે પિતાને પણ જાણ કરવામાં આવી નથી મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડના આકુર્ડી વિસ્તારમાંથી આ મામલો સામે આવ્યો હતો. જ્યાં બે […]

India
fire મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 2 દિવસમાં 2 પુત્રના મોત, પિતાની હાલત ગંભીર

કોરોનાની બીજી લહેર દેશ પર કહેર વરસાવી રહી છે અને લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે આ પરિવાર પર આભ ફાટી પડ્યુ હતું.

પરિવારના બે દિકરાનું કોરોનાના કારણે મૃત્યુ મૃત્યુ પામ્યા  પિતાની તબિયત  પણ નાદુરસ્ત બંને દિકરા વિશે પિતાને પણ જાણ કરવામાં આવી નથી

મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડના આકુર્ડી વિસ્તારમાંથી આ મામલો સામે આવ્યો હતો. જ્યાં બે દિવસની અંદર 30 વર્ષથી નાની ઉંમરના બે ભાઇઓની મોત થઇ ગઇ હતી.

એક રિપોર્ટ અનુસાર મોટા ભાઇનું નામ આદિત્ય જાધવ હતું જેની ઉંમર 28 વર્ષ હતી જ્યારે નાના ભાઇનું નામ અપૂર્વ હતી અને તેની ઉંમર 25 વર્ષ હતી. આદિત્યના લગ્નને માત્ર એક વર્ષ જ થયુ હતુ અને 72 કલાકની અંદર બંને ભાઇના મોત નિપજ્યા હતા.

હેમંત કોડેએ જણાવ્યું કે અપૂર્વને 1 મેના રોજ કોરોના થયો હતો અને તે જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીએ તેને હોસ્પિટલમાં શિફ્ટ કર્યો હતો અને અમને લાગે છે કે હોસ્પિટલમાં રહેવાને કારણે જ તેને વધારે સંક્રમણ થયુ હતુ.

અપૂર્વને પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો અને તે 2-3 દિવસ ઘરે જ રહ્યો હતો. જ્યારે અમે અચરજ મહેસુસ કરવા લાગ્યા ત્યારે તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો હતો અને બાદમાં પરિવારનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.

પરિવારને કોવિડ કેરમાં મોકલવામાં આવ્યા અને જ્યારે આદિત્યને બેચેની થઇ તો તેને જંબો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને કેટલાક દિવસ બાદ તેના પિતાને પણ દાખલ કરવામાં આવ્યા હતા.

કોંડેએ જણાવ્યું કે તે પીપીઇ કીટ પહેરીને બંને ભાઇઓને મળવા ગયા હતા અને અપૂર્વને સારુ હતુ પરંતુ બાદમાં તેનુ ઓક્સિજન લેવલ નીચે જતુ રહ્યું હતુ. પરિવારને ફરિયાદ હતી કે હોસ્પિટલના સ્ટાફે તેમની દેખરેખ સારી રીતે નહોતી કરી. બાદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં બંનેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને એકબાદ એક બંનેની મોત થઇ ગઇ હતી.