Mahesana News: મહેસાણામાં (Mahesana) ST બસમાં ચઢતા મુસાફરનો બસના ડ્રાઈવરની (Bus Driver) બેદરકારીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. બસના ટાયર પગ પર ફરી વળતા મુસાફર ઘાયલ થયો હતો. મુસાફરે ST બસ ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.
બસ ચાલકોની બેદરકારીનાં ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના વિસનગરના ઉમતા ગામે બસ સ્ટેન્ડ આગળ ST ચાલકે બસ હંકારતા મુસાફર નીચે પટકાયો હતો. મુસાફર નીચે પટકાતા મુસાફરના બંને પગ ઉપર બસના ટાયર ફરી વળ્યાં હતા. પગ ઉપર ટાયર ફરી વળતા મુસાફર ઘાયલ થયો હતો. મુસાફરે ST બસ ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. મુસાફર જયંતિ ઠાકોરે એસટી બસ ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ સુરતમાં BRTS બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી હતી. બસમાં પ્રવાસ કરી રહેલા વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો ડ્રાઈવર પર આરોપ લગાવ્યો છે મળતી માહિતી પ્રમાણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે BRTS બસના ડ્રાઈવરે વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાનો આરોપ લગાવ્યો છે. બસમાં રહેલું સ્ટોપ બટન તૂટી જતા વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. બસની બહાર રહેલા વિદ્યાર્થીઓને ખબર પડતા વિરોધ નોંધાવ્યો હતો. એક વિદ્યાર્થીની તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો:સુરતમાં BRTS બસના ડ્રાઈવરની દાદાગીરી, વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાનો આરોપ
આ પણ વાંચો:બાઈકને મારી ટક્કર, ટ્રકના ડ્રાઈવરની સમજદારીએ આ રીતે ચોરોને પકડ્યા
આ પણ વાંચો:હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટની બસ પલટી, ડ્રાઈવર સહિત 4 લોકોના મોત