Kheda News: ખેડાના નડિયાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નડિયાદમાં ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાયા છે. પ્રી-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ છે. મહિનાઓ પહેલા બનાવવામાં આવેલા રસ્તાઓ ઉપર ભુવો પડ્યો છે. કરોડોના ખર્ચે બનાવેલ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. 20 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડા ભુવો પડતાં શહેર ન.પા.એ જોખમ સર્જાતા પહેલા તાત્કાલિક રસ્તો બંધ કરી દીધો છે.
શહેરના સાંઈબાબા મંદિરથી નીલકંઠ મહાદેવ મંદિરના જોડતા રોડ પર મોટો ભુવો પડ્યાની જાણકારી મળ્યા બાદ ન.પા.નાં એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંજય પટેલ પણ ઘટનાસ્થળે પહોંચીને ભુવો પૂરાવવાની કામગીરી શરૂ કરાવી હતી. સ્થાનિકોમાં આક્રોષમાં થતાં સવાલોના જવાબમાં નડિયાદ નગરપાલિકાની સ્પષ્ટતા આપતા એન્જિનિયર સી.ડી.પટેલે જણાવ્યું કે, ભુવો અંડરપાસ ગટર લાઈનના ભંગાણને લઇ પડ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે નવા રસ્તામાં ગટર લાઈન અંડર ગ્રાઉન્ડ હોવાથી ભુવો કેવી રીતે પડી શકે? ન.પા. ભ્રષ્ટાચારની પોલ ઢાંકવા માટે ખાડાને પુરવા કામે લાગી ગઈ છે.
નડિયાદ નગરલિકાની પ્રીમોનસુનની કામગીરી માત્ર ને માત્ર કાગળો ઉપર જ દેખાઈ રહી છે તેવું સ્થાનિકોનું કહેવું છે. નડિયાદ શારદા મંદિર રોડ તરફ જતા સાઈબાબાથી લઈ નીલકંઠ મહાદેવ વચ્ચેનો જે રસ્તો હાલ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો એ રસ્તા ઉપર મોટો ભુવો પડતા કરોડોના ખર્ચે બનાવેલા રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે.
થોડા દિવસો પહેલા જ એક સમાચાર પત્રમાં ખાડા રાજ કે નડિયાદ રાજ વિશે સમાચાર પ્રસારિત થયા હતા, જેને લઇ સ્થાનિક ધારાસભ્ય દ્વારા રોડ રસ્તાઓ બાબતે ખુલાસો કરવામાં આવ્યો હતો તે હવે પોકળ સાબિત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
નડિયાદ નગરપાલિકા હવે ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવાની તૈયારી કરતું હોય તેમ તાત્કાલિક ધોરણે કામે લાગ્યું છે ત્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકા વિરુદ્ધ રોશ પ્રગટ થયો છે. નડિયાદને પૂર્વ અને પશ્ચિમની જોડતા રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે ત્યારે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે
નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે આ ભ્રષ્ટાચારના ખાડા ક્યારે પૂરાશે તે તો હવે જોવું જ રહ્યું. નડિયાદ નગરપાલિકાની સ્પષ્ટતા આપતા એન્જિનિયર સી ડી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ભુવો અંદર પાસ ગટર લાઇનના ભંગાણને લઈને પડ્યો હોય તેવું જણાવવામાં આવ્યું હતું. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે જો આ રસ્તો નવો જ બન્યો હોય તો ગટર લાઈન અંડર ગ્રાઉન્ડ હોવાથી ભુવો કેવી રીતે પડી શકે નડિયાદ નગરપાલિકા આવે પોતાના ભ્રષ્ટાચારને પોલ ઢાંકવા માટે ખાડાને પુરવા કામે લાગી ગઈ છે.
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ