Navsari News: નવસારીમાં (Navsari) બીલીમોરા અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. કેમિકલ ચોરીના વેપલાના કારણે અગ્નિકાંડ સર્જાયો છે. જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની આડમાં કારોબાર થતો હતો. પોલીસે સોહન મારવાડી, અર્જુન અને અનુપ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે તેમજ સઘન કાર્યવાહી શરૂ કરી છે.
નવસારી જિલ્લાના બીલીમોરામાં કેમિકલ ચોરીના વેપલાના કારણે અગ્નિકાંડ સર્જાયો હતો તેમ તપાસમાં જાણવા મળ્યું હતું. જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની આડમાં કારોબાર થતો હતો. થીનર, બેંજાઈન, બાયોડીઝલનો કુખ્યાત સોહન મારવાડી અને તેનો દીકરો અર્જુન કાળો કારોબાર કરતા હતા. મૃતક મેનેજર અનુપની પણ કાળા કારોબારમાં સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. કેમિકલનો જથ્થો ટ્રકમાં ભરાતા સમયે દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટના માટે કારણભૂત કેમિકલ થીનર હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ગણદેવીમાં ભીષણ આગની ઘટનામાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા હતા જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના દેવસર ગામ પાસે સવારે એક ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે વેરહાઉસમાં કામ કરી રહેલા કેટલાક કામદારો ફસાયા છે. જેમાં ત્રણના મોત થયા છે. જ્યારે આશંકા છે કે હજુ પણ ત્રણથી વધુ લોકો આગમાં ફસાયા છે. આગ પર કાબૂ મેળવવા માટે ગણદેવી, બેલીમોરા અને નવસારીથી ફાયર ફાયટરોની ટીમો મોકલવામાં આવી છે.
આ આગ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કેટલાક કામદારો ફસાઈ ગયા હતા. આગમાં ત્રણ લોકોના મોત થયા છે. આગમાં હજુ ત્રણથી વધુ લોકો ફસાયેલા હોવાનો અંદાજ છે. આગની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બીલીમોરા, ગણદેવી, નવસારી અને ચીખલી સહિતના વિસ્તારોમાંથી ફાયર ટીમોને બોલાવવામાં આવી છે. વેરહાઉસમાં વિવિધ પ્રકારના કેમિકલવાળા કન્ટેનર હોવાથી આગ વધુ ગંભીર હોવાની શક્યતા છે. આ ઘટના બતાવે છે કે રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો અટકવાનું નામ લેતા નથી.
આ પણ વાંચો: વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત
આ પણ વાંચો: કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો: કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકોના મોત