Patan News: પાટણમાં (Patan) અભયમની ટીમે (Abhyam Team) ગુમ થયેલી દીકરીનું પિતા જોડે મિલન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ મહિલાને પતિના મિત્રએ ફોસલાવીને ઘરમાં ગોંધી રાખી હતી. મહિલાને મારઝૂ઼ડ કરવામાં આવતી હતી. પતિના ત્રાસથી પીડિતા પિયરે રહેતી હતી. પાટણ અભમ ટીમે પંદર દિવસથી ગુમ થયેલી દીકરીનું સુખદ મિલન કરાવ્યું છે.
પાટણ અભયમની ટીમે પરિણીતાને તેના પિતા જોડે મિલન કરાવતા પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે. પાટણ પોલીસને જણાવવામાં આવ્યું હતું કે 35 વર્ષીય પીડિતાને સાસરીમાં શારીરિક અને માનસિક ત્રાસ (Domestic Violence) ગુજરવામાં આવતો હતો. એટલું જ નહીં પતિના ત્રાસથી કંટાળી મહિલા પિયરે આવતી રહી હતી. ત્યારે પાટણ અભયમ ટીમે છેલ્લા 15 દિવસથી ગુમ મહિલાને શોધી કાઢી છે.
માહિતી મુબ પીડિતાને પતિના મિત્રએ ફોસલાવીને ઘરમાં પૂરી રાખી હતી. મહિલાની અવસ્થા જોતા તેનું સૌ પ્રથણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. જેમાં મહિલાએ જણાવ્યું છે કે તેની સાથે મારઝુડ થઈ હતી. મહિલાને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. અભયમ ટીમે પરિણીતાને તેના પિતા જોડે મિલન કરાવતા આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો:હવે બાળકોને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપવા બદલ શાળાઓ દંડાશે…
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની માનસિક ત્રાસની ફરિયાદ
આ પણ વાંચો:ગારીયાબાદના ઠાસા ગામમાં યુવકના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ ગળે ફાંસો ખાધો