Patan News/ પાટણમાં સ્કૂલના આચાર્યએ જ છઠ્ઠા ધોરણમાં ભણતી સગીરાની છેડતી કરી

પાટણમાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. પાટણના હારીજમાં આચાર્યએ બાળકી સાથે અડપલા કર્યાનો આરોપ છે. દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય પર ગંભીર આરોપ લાગ્યા છે.

Gujarat Top Stories Others Breaking News
Beginners guide to 2024 10 22T143720.653 પાટણમાં સ્કૂલના આચાર્યએ જ છઠ્ઠા ધોરણમાં ભણતી સગીરાની છેડતી કરી

Patan News: પાટણમાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. પાટણના હારીજ(Harij) માં આચાર્યએ બાળકી સાથે અડપલા (Harrasment) કર્યાનો આરોપ છે. દુનાવાડા પ્રાથમિક શાળાના (Dunavada Primary Schoolઆચાર્ય પર ગંભીર આરોપ લાગ્યા છે.

આચાર્ય પર છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકીઓ પર અડપલાનો આરોપ છે. દીકરીઓએ કુટુંબીજનોને જાણ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે. તેના પગલે કુટુંબીજનોએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. આચાર્ય પ્રવીણ પટેલ સામે ફક્ત આક્ષેપ જ નહીં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આના પગલે આચાર્ય પ્રવીણ પટેલે ભૂલ સ્વીકારી માફી માંગી છે. પીડિતાના કુટુંબીજનોએ શાળાના આચાર્ય વિરૂદ્ધ તપાસ કરી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે જો તેઓને ન્યાય નહીં મળે તો તે આંદોલનનો માર્ગ અપનાવી શકે છે.

તેઓએ શાળાના આચાર્ય સામે પોલીસ ફરિયાદ તો કરી જ છે, પરંતુ હવે તેઓ તેની સામે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત પણ કરવાના છે. આ ફક્ત એકાદ બાળકીની વાત નથી આચાર્યએ ઘણી બધી બાળકીઓની છેડતી કરી હોવાનું માનવામાં આવે છે. હવે એકના કુટુંબીજને હિંમત કરતાં આગામી સમયમાં શાળાના આચાર્ય પ્રવીણ પટેલ સામે બીજી અનેક ફરિયાદ નોંધાઈ શકે તેમ છે. આચાર્યની કરતૂતોના લીધે દલિત સમાજની દીકરીઓમાં ફફડાટ છે. આ ઉપરાંત દલિત સમાજમાં પણ આક્રોશની લાગણી છે.

તેમા પણ આચાર્યએ સગીરાની છેડતી કરી હોવાથી તેના પર પોક્સો લાગે તેવી પૂરી સંભાવના છે. આ સંજોગોમાં આચાર્યએ પહેલા સસ્પેન્શનનો અને પછી નોકરીમાંથી બરતરફીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત પીડિતાને દંડની ચૂકવણી પણ કરવાની આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતની નરેણ આશ્રમ શાળામાં 35 વિદ્યાર્થીનીઓની આચાર્યએ કરી છેડતી કરતાં સનસનાટી

આ પણ વાંચો: શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના, શાળાના આચાર્યએ વિધાર્થિનીની કરી છેડતી

આ પણ વાંચો: જૂનાગઢઃ વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો અમરાપુર શાળામાં બન્યો હતો છેડતીનો બનાવ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ મુખ્ય આરોપી લંપટ શિક્ષક ગિરીશ લાડાણી હજુ પણ ફરાર