Not Set/ રાજકોટમાં 95 વર્ષના યુવાન સ્વાતંત્રસેનાની કોરોના સામે બન્યા અડગ યોદ્ધા, માત્ર ત્રણ દિવસમાં કોરોનાને હરાવ્યો

અડગ મુસાફરોને હિમાલય પણ નથી નડતો… આ ઉકિતને જીવનમાં ચરિતાર્થ કરીને બતાવી છે રાજકોટના 95 વર્ષીય એક વૃદ્ધે કે જેમણે હસતા મુખે કોરોના સામે લડાઈ લડી અને નવજીવન પ્રાપ્ત કર્યું છે.સમગ્ર દેશ કોરોના મહામારી થી ભયભીત છે. કોરોનાનો

Top Stories Gujarat
vithlani 95 રાજકોટમાં 95 વર્ષના યુવાન સ્વાતંત્રસેનાની કોરોના સામે બન્યા અડગ યોદ્ધા, માત્ર ત્રણ દિવસમાં કોરોનાને હરાવ્યો

અડગ મુસાફરોને હિમાલય પણ નથી નડતો… આ ઉકિતને જીવનમાં ચરિતાર્થ કરીને બતાવી છે રાજકોટના 95 વર્ષીય એક વૃદ્ધે કે જેમણે હસતા મુખે કોરોના સામે લડાઈ લડી અને નવજીવન પ્રાપ્ત કર્યું છે.સમગ્ર દેશ કોરોના મહામારી થી ભયભીત છે. કોરોનાનો બીજો તબક્કો માત્ર વડીલો માટે નહીં પરંતુ યુવાનો માટે પણ માઠા સમાચાર લઈને આવે છે. છેલ્લા એક મહિનામાં અનેક યુવાનો કોરોના સંક્રમિત થયા છે, તેમાંથી કેટલાકે જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. આવા સમયે રાજકોટમાં 95 વર્ષના જુવાન કહી શકાય તેવા મનુભાઈ વિઠલાણીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેનાથી યુવાનોને પણ કોરોના સામે લડાઇ લડી અને જંગ જીતવાની પ્રેરણા મળે તેમ છે.રાજકોટના સ્વતંત્ર સેનાની 95 વર્ષીય મનુભાઇએ કોરોનાને મ્હાત આપી માત્ર 3 દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇ ગયા છે. મનુભાઈ તેમના નાનપણમાં 14મા વર્ષે રાષ્ટ્રપિતા ગાંધીજીને મળ્યા હતા, તેમની સમયસર અને યથા યોગ્ય સારવાર થાય તે માટે ખાસ PMO માંથી પણ ભલામણ કરવામાં આવી હતી.

95 વર્ષીય મનુભાઇએ માત્ર 3 દિવસની ટૂંકી સારવાર બાદ કોરોનાને આપી મ્હાત 

મનુભાઈ આજે અનેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.

મૂળ મેંદરડાના વતની મનુભાઇ વિઠલાણી કે જેઓ આજે 95 વર્ષીય છે અને તેઓ 14 વર્ષની ઉંમરે ગાંધીજીને મળી સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયા હતા. જેઓ 3 દિવસ પૂર્વે કોરોના સંક્રમિત થતા તેમને રાજકોટની વેદાંત શ્રીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મનુભાઇની સારવાર માટે PMO માંથી સારવાર માટે સૂચના આપવામાં આવી હતી. જેને લઇ વહીવટી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. જેને પગલે માત્ર 3 દિવસની ટૂંકી સારવાર બાદ કોરોનાને મ્હાત આપીને મનુભાઈ આજે અનેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.

જૂનાગઢની આઝાદી માટે યોજાયેલ આરઝી હકુમતમાં ભજવી હતી મહત્વની ભૂમિકા 

આ અંગે તેમના પુત્રએ જણાવ્યું હતું કે,ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી પ્રાણ બલિદાનો આપ્યા છે, જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે. ઉલ્લેખનીય છે કે મનુભાઇ વિઠલાણીએ જૂનાગઢની આઝાદી માટે યોજાયેલ આરઝી હકુમતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને તાજેતરમાં જ તેમનું કેબીનેટ મિનિસ્ટર અને રાજકોટના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

s 5 0 00 00 00 2 રાજકોટમાં 95 વર્ષના યુવાન સ્વાતંત્રસેનાની કોરોના સામે બન્યા અડગ યોદ્ધા, માત્ર ત્રણ દિવસમાં કોરોનાને હરાવ્યો