Not Set/ રાજકોટમાં લાઇટ જતાં પિતાએ દીવાસળી સલગાવતા આચનક લાગી આગ, બાળકીનું મોત

હાઇવે પર દેવનગર પાસેના ઝુંપડામાં સોમવારે મધ્યરાત્રે આગ લાગી ગઇ હતી. જેમાં માતા-પુત્રી સહિત પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

Gujarat Rajkot
આગ

રાજકોટના કુવાડવા રોડ પર મોડીરાતે ઝૂપડામાં આગ લાગતાં એક બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું. અને ત્રણ લોકો દાઝ્યા હતા. રાતે લાઈટ ન હોવાથી પેટ્રોલની બોટલ શોધવા જતા પિતાએ દીવાસળી સળગાવ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી.ઘટનામાં દાઝી ગયેવા માતા અને બહેન સહિત ત્રણ લોકોના તાત્કાલિક સારવાર અર્થે સિવિલ ખસેડાયા હતા.

આ પણ વાંચો :રાજકોટમાંથી યુવાનો માટે સામે આવ્યો આંખ ઉઘાડનારો કિસ્સો, વાંચીને તમે પણ..

આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાત્રે આગની એક ઘટનામાં લોકો દાઝી ગયા હતા. જ્યારે એક બાળકીનું મોત નીપજ્યું હતું. હાઇવે પર દેવનગર પાસેના ઝુંપડામાં સોમવારે મધ્યરાત્રે આગ લાગી ગઇ હતી. જેમાં માતા-પુત્રી સહિત પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકમુખે ચર્ચા છે કે રાત્રે આ વિસ્તારની વીજળી ગુલ થઇ ગઇ હતી. તેથી લોકોએ ઘરોમાં અજવાસ માટે દીવા કે મીણબત્તીનો સહારો લીધો હતો.

આગમાં 3 બાળકી સહિત ઘરના સભ્યો દાઝી ગયા હતા. જેમાં એક વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ અન્ય એક બાળકી અને યુવતીની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને પ્રાથમિક તપાસમાં લાઇટ જતાં પરિવારે દીવો કરવા જતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે બાઇકમાંથી શિશિમાં પેટ્રોલ કાઢી દીવો પ્રગટાવતાં જ આગ ભભુકી ઉઠી હતી.

આ પણ વાંચો : વડોદરામાં સ્ટડી રૂમમાં બે જોડિયા ભાઈઓએ કર્યો આપઘાત, એકનું મોત

પોલીસનાં સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતાં પૂરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.8), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.26) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ પૂરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.

આ પણ વાંચો :વાઇબ્રન્ટ ગુજરાત – 2022ને લઈ સરકાર થઈ સક્રિય, દુનિયાના 9 દેશો કન્ટ્રી પાર્ટનર બનવા માટે થયા તૈયાર

આ પણ વાંચો :ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો, જમણવાર બાદ 5 લોકોના થયા મોત

આ પણ વાંચો : ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, એકનું મોત