Rajkot News : રાજકોટમાં વારંવાર અસમાજિક તત્ત્વોના ત્રાસના કારણે શહેરીજનોમાં દિવસેને દિવસે ડર વધી રહ્યો છે. રણછોડનગર વિસ્તારમાં 18 ડિસેમ્બરના રોજ વાહન અથડાવવા જેવી બાબતે બબાલ થઈ હતી. જેમાં એક વ્યક્તિ પર છરી વડે જીવલેણ હુમલો પણ થયો હતો. જે સમગ્ર ઘટનના CCTV સામે આવ્યા છે.રાજકોટમાં વધુ એકવાર જાહેરમાં મારામારીની ઘટના બની છે. ત્યારે આ ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રણછોડનગર વિસ્તારમાં વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ ભારે માથાકૂટ થઈ હતી. જેમાં બે શખ્સોએ બાઈક પર જતા પરેશ બાબિયા નામના શખ્સને છરીના ઘા ઝીંક્યા હતાં. જો કે, બી ડિવીઝન પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છેપોલીસ હવે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. પરંતું આવા અસામાજિક તત્વોમાં ખુલ્લેઆમ મારામારી કરવા માટે વધતી જતી હિંમતના કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે વિવિધ પ્રશ્નો ઉભા કર્યા છે.
અસામાજિક તત્વો અવારનવાર બેફામ કેમ બને છે?
અસામાજિક તત્વોને કાયદાનો ભય કેમ નથી?
શું અસામાજિક તત્વો માટે અલગ કાયદો છે?
આતંક મચાવનારા લુખ્ખાઓની ધરપકડ ક્યારે થશે?
પોલીસ યોગ્યરીતે પેટ્રોલિંગ ક્યારે કરશે?
આ લુખ્ખાઓને કોણ કોણ છાવરી રહ્યું છે?
અસામાજિક તત્વો પર દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?
શું પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે?
શું પોલીસ આવા લુખ્ખાઓનો બચાવ કરે છે?
આ પણ વાંચો: વડોદરામાં નકલી પોલીસ, નકલી જ્જ અને હવે વર્તમાનમાં એક નકલી એડમિશનની બની ઘટના
આ પણ વાંચો: અમરેલીમા અસલી પોલીસની વરદીમા નકલી પોલીસ અધિકારી ઝડપાયો
આ પણ વાંચો: નકલી પોલીસ ગેંગ, કોઈને બળાત્કારી તો કોઈને આતંકવાદી કહીને ખંખેર્યા કરોડો રૂપિયા