હત્યા/ રાજકોટમાં પતિએ પત્ની હત્યા કરી કર્યું એવું કે.. બધા રહી ગયા દંગ

પતિપત્ની વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો છે તેની ખબર તેમને ના હતી. થોડી વાર બાદ અહેમદશાએ રૂમમાથી બહાર આવીને માતાને કહ્યુ કે, તેણે પત્નીની હત્યા કરી છે.

Gujarat Rajkot
પતિએ

પતિ-પત્ની વચ્ચે નાના-મોટા મતભેદ-ઝઘડા સામાન્ય વાત છે. કહેવાય છે કે દુનિયામાં પતિ અને પત્નીના સબંધ એ ખુબજ સુંદર અને મજબૂત હોય છે, પણ જયારે આ સબંધ બગડે ત્યારે કાચા મનમાં માનવી કઈ પણ કરી જાય છે. જે ઘણી વાર ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે. જેના કારણે સંબંધનો કરુણ અંત આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે રાજકોટના જસદણ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી છે.

આ પણ વાંચો :જન્મદાતા જ બન્યા યમરાજ, પિતાને બેદરકારીના લીધે ત્રણ વર્ષની દીકરીનું મોત

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જસદણમાં એક પતિએ તેની પત્નીને બીજા સાથે સબંધ છે તેની શંકા રાખીને તેની ગળું દબાવીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે, જસદણના ગઢડીયા રોડ પર અહેમદશા બચુભા પઠાણ તેના પરિવાર સાથે રહેતો હતો. ગયા મંગળવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ બંને પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલ પતિએ તેની પત્નીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી.

પતિ પત્ની બંને જ્યારે તેમના રૂમમાં હતા ત્યારે તેનો ઝઘડો બહાર સૂતેલા તેના માતા પણ સાંભળતા હતા. પરંતુ પતિપત્ની વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો છે તેની ખબર તેમને ના હતી. થોડી વાર બાદ અહેમદશાએ રૂમમાથી બહાર આવીને માતાને કહ્યુ કે, તેણે પત્નીની હત્યા કરી છે. ત્યાર બાદ તરત જ અહેમદશા પઠાણ જસદણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો અને પોતે કરેલ પત્નીની હત્યા અંગે પોલીસને જાણ કરી હતી.

Koo App

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ૨૦૨૨ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જીના વરદહસ્તે સુરતની દિકરી રબર ગર્લ અનવી ઝાંઝરૂકિયાની એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની જી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા મેયરશ્રી હેમાલીબેન બોધાવાલાજી, દિકરીના પરીવારજનો, ડે. કલેકટરશ્રી સુરત કલેકટર કચેરી ખાતે 1/2

HEMALI BOGHAWALA (@boghawalahemali) 24 Jan 2022

મૃતકનું નામ આસિયાના મહમદશા પઠાણ છે. જ્યારે હત્યારા પતિનું નામ મહમદસા બચુસા પઠાણ છે. જસદણ પોલિસે મૃતકને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલે લઇ જવાયા છે. પોલીસ હત્યાના ગુન્હો નોંધી આરોપી પતિને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી. જોકે, પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો :પોરબંદરના અરબી સમુદ્રમાં સર્જાઇ દુર્ઘટના, 16 ક્રૂ મેમ્બરો સાથે બોટ પલટી

આ પણ વાંચો :યુવક-યુવતી રાધનપુરથી અંબાજી જતી બસમાં બેઠા, સ્ટોપ આવતા કંડક્ટરે જગાડ્યા તો ઉઠ્યા જ નહિ…

આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલનાં 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત

આ પણ વાંચો :  રબર ગર્લ અન્વીની ‘પ્રાઈમ મિનિસ્ટર નેશનલ ચાઈલ્ડ એવોર્ડ-2022’ માટે પસંદગી