Gujarat News : સાબરકાંઠા અને ખેડામાં દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ 13 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે ક શખ્સની ધરપકડ કરીને આઠ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં પોલીસે માહિતીને આધારે હિંમતનગર ઈડર હાઈવે પર હિંગળાજ માતા મંદિર પાસે દારૂનો જથ્થો લઈને જઈ રહેલા કાર અટકાવી હતી. પોલીસે કારમાંથી રૂ.2,61,688નો દારૂ તથા કાર મળીને કુલ રૂ. 6,61,688 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં નિશાન કાર કબજે કરી હતી. જ્યારે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા.
અન્ય બનાવમાં ખેડામાં અમદાવાદ હાઈવે પર લસુંદરા ગામ પાસેથી કારમાંથી રૂ.1,87,600નો દારૂ તથા કાર મળીને રૂ.6,92,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: CNGના ગેસના ભાવમાં વધારો
આ પણ વાંચો: ભારતનું NBFC સેક્ટર બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સેક્ટર
આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં ચીનથી જથ્થાબંધ દવાઓની આયાતમાં વધારો