સુરેન્દ્રનગર/ સાયલાના લીંબાળા ગામે પરિણીત યુવક યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

સાયલાના લીંબાળા ગામે રોજમાળા તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં સવારે યુવક અને યુવતી ગળેફાંસો આપઘાત કર્યો હતો, તેઓ એક ઝોળ પર લટકતાં જોવા મળ્યા….

Gujarat Others
સાયલાના

સાયલાના લીંબાળાની સીમમાં પરિણીત યુવક અને યુવતી એ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. સાયલાના લીંબાળા ગામે રોજમાળા તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં સવારે યુવક અને યુવતી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતાં જોવા મળ્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતાં સ્થાનિક દોડી ગયા હતા.

આ પણ વાંચો :ધો.10 માં ત્રણ વખત નાપાસ થતા વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

a 303 સાયલાના લીંબાળા ગામે પરિણીત યુવક યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

બનાવની જાણ ધજાળા પી. એસ. આઈ. ઓડેદર તથા સ્ટાફ ના ભીમાભાઇ પરમાર. ડી. બી ડાંગર સહિત નો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો લીંબડાના ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત્યુ પામેલા યુવક વિક્રમભાઈ મીઠા ભાઇ જોગરાણા ઉમર 22. તેમજ યુવતી રેખાબેન ભગામાઇ જોગરાણા ઉ. મ 22 ને નીચે ઉતરીને તપાસ કરતાં બન્ને સ્થાનિક તેમજ એકજ સમાજના હોવાનું જાણવા મળ્યું હતું.

a 304 સાયલાના લીંબાળા ગામે પરિણીત યુવક યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

આ પણ વાંચો :ગુજરાત રાજસ્થાન બોર્ડર પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત, એકનું કરુણ મોત

મૃતક યુવાન તેમજ યુવતી બન્ને પરિણીત હોવા સાથે રેખાબેન ને એક દોઢ વર્ષ નો બાબો હોવા સાથે બન્ને ને પ્રેમ સબંધ હોવાથી એક નહીં થઇ શકે તેમ લાગતાં અવિચારી પગલું ભરી મોત ને વહાલું કર્યું હોવાનુ ચર્ચા તુ જોવા મળ્યુ હતું.

આ પણ વાંચો :નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર, મળી શકે છે આ મંજૂરી

આ પણ વાંચો :શહેરમાં 300 સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે

આ પણ વાંચો :  ગુજરાત ભાજપમાં આંતરિક કલહ જગ જાહેર, આ નેતાએ નીતિન પટેલને ગણાવ્યા નકામા