રાજ્ય દુષ્કર્મની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યા. છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધરો જોવા મળ્યો છે ત્યારે વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઘોર કળિયુગમાં એવી ઘટના બની છે કે તેના અંગે જાણી પગ નીચેથી જમીન સરકી જશે. શહેરના માન દરવાજા વિસ્તાર સગા પિતાએ જ કિશોરી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ચકચાર મચી છે. આ સમગ્ર મામલે પોલીસે હવસખોર પિતાની અટકાયત કરી લીધી છે અને તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :કચ્છ ભાજપ દ્વારા CM સાથે કરાઈ ચોંકાવનારી હરકત! તુલાવિધીના બોક્સમાં નીકળ્યું એવું કે..
આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા નરાધમ પિતાએ પોતાની 14 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. પિતાએ આઠ કલાકમાં બે વખત કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. પિતા તેના પરિવાર સાથે માન દરવાજા વિસ્તારમાં રહે છે.ત્યારે પરિવારમાં પત્ની ઉપરાંત 2 પુત્રો અને 2 પુત્રીઓ છે. ત્યારે મોટી દીકરી 14 વર્ષની અને બીજી પુત્રી 13 વર્ષની છે ત્યારે પહેલી દીકરી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. અને બીજી ધોરણ 8માં અભ્યાસ કરે છે.
આઠેક મહિના પહેલા ઇમરાને તેની બંને દીકરીઓના શરીરે હાથ ફેરવીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે બંનેએ માતાને ફરિયાદ કરી હતી. પરંતુ માતાએ તે ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી અને પતિને આવું ફરી નહીં કરવાની સલાહ આપી હતી. 2 દિવસ પહેલા ઇમરાન આસમાને એક દરગાહ પર લઈ ગયો હતો. ત્યારે પણ રસ્તામાં તેની સાથે છેડતી કરી હતી.
આ પણ વાંચો :રાજ્યમાં વધુ એક બાળક ત્યજી દેવાનો કિસ્સો, નડિયાદમાં અનાથશ્રમ બહાર મળ્યું નવજાત
પછી ગત રાત્રે 12થી 1 દરમિયાન ઇમરાને આસમાનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. સવારે 8 વાગ્યે બીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ સમીનાની છેડતી કરી હતી.
બંને બહેનો માટે દુખની વાત તો એ છે કે, તેની માતા પિતાના હેવાનિયતની સઘળી વાત જાણતી હોવા છતા દીકરીઓને બચાવી શકી ન હતી. આઠ મહિના પહેલા પિતાએ બંને દીકરીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે તેમણે માતાને આ વાત જણાવી હતી. પરંતુ માતાએ આ વાત ધ્યાને લીધી ન હતી. એટલુ જ નહિ, પતિને આવુ ન કરવાની ચેતવણી આપીને છોડી દીધો હતો. જેના બાદ હેવાન પિતાની હિંમત ખુલી હતી.
બંને દીકરીઓ હજી સગીર છે. તેમને સ્કૂલ દરમિયાન શી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હતી. જેના બાદ સગીર દીકરીઓની પિતા સામે ફરિયાદ કરવાની હિંમત ખૂલી હતી. બંને દીકરીઓએ માન દરવાજા પોલીસ ચોકી પહોંચીને પિતા સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાના ૪૨ કેસ નોંધાયા
આ પણ વાંચો :રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું
આ પણ વાંચો :અભ્યાસ માત્ર 12 પાસ અને બન્યો તબીબ, 42 હજારના મુદ્દામાલ સાથે ‘મુન્નાભાઈ’ની ધરપકડ