ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોના કેસ ઘટી રહ્યા છે તો બીજી બાજુ ડાયમંડ સીટી સુરતમાં કોરોના કેસ બધી રહ્યા છે. સુરતમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને બે એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યા છે. આ બે અપાર્ટમેન્ટમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સિવાય રવિવારના રોજ પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે અપાર્ટમેન્ટને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :ટ્રસ્ટી રાજુ ભટ્ટના ચહેરા ઉપર હવે “પાપનો ઘડો છલકાઈ” ગયો હોવાના ભયભીત પસ્તાવો
આપને જણાવી દઈએ કે, શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ આવિષ્કાર રેસિડેન્સીમાં 5 બાળકો સહિત 12 ને કોરોના થતાં સીલ કરવામાં આવી છે. 44 ફ્લેટના 150 રહીશો ને ક્વોરન્ટાઇન કરાયા છે. સુરત શહેરમાં જન્માષ્ટમી-ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે શહેરમાં અઠવામાં 4 અને રાંદેરમાં 4 કેસ મળી કુલ 8 કેસ નોંધાયા છે. જેમાં અઠવા ઝોનના 4 કેસ પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયાની અંદર જ કુલ 12 કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, 12 પોઝિટિવ કેસમાંથી ચાર કેસ 14થી 18 વર્ષની ઉંમર ધરાવતા લોકોના છે. બાકીના આઠ કેસની વાત કરીએ તો, તેમાંથી સાત લોકોએ રસીના બન્ને ડોઝ લીધા છે, જ્યારે એક દર્દીએ હજી એક જ ડોઝ લીધો છે.
આ પણ વાંચો :અંતરીયાળ ગામોમાં રસ્તાઓ ન બનતા લોકોનો ભભૂક્યો રોષ, રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
જણાવીએ કે, પીપલોદ વિસ્તારમાં આવેલ આવિષ્કાર રેસિડેન્સી સિવાય બી ટાવરના 22 ફ્લેટમાંથી 19 ફ્લેટમાં લોકો રહે છે અને કુલ મળીને ફ્લેટમાં 79 લોકો વસવાટ કરે છે. બાજુના ટાવરમાં 20 ફ્લેટમાં લોકો રહે છે અને કુલ સંખ્યા 56 છે. શુકન રેસિડન્સીની વાત કરીએ તો, સોમવારથી અત્યાર સુધી કુલ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અપાર્ટમેન્ટના 46 ફ્લેટમાં કુલ 185 લોકો વસવાટ કરે છે. આ તમામ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આગામી દસ દિવસ સુધી આ બન્ને અપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યા છે. જો આવનારા દિવસમાં કેસની સંખ્યા વધશે તો નિયંત્રણોને લંબાવવામાં આવશે. અપાર્ટમેન્ટ પર હાજર આરોગ્ય વિભાગની ટીમ સમયાંતરે ફ્લેટના રહેવાસીઓનું કોરોના ટેસ્ટિંગ કરતા રહેશે.
આ પણ વાંચો :ધાનેરા નગરપાલિકાની પેટાચૂંટણી દરમિયાન ગરમાયું રાજકારણ, જાણો શું છે સમગ્ર મામલો
મહત્વનું છે કે, ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,678 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 2,32,476 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 156 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 153 નાગરિકો સ્ટેબલ છે. 8,15,678 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સુરત કોર્પોરેશનમાં 5, વલસાડ 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ખેડામાં બે, સુરતમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે કેસ નવા નોંધાયા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં આજે કો-વેક્સિનનો માત્ર બીજો ડોઝ અપાયો