Surat News: સુરતના (Surat) ડીંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં ચાલકે એક વિદ્યાર્થીને રિક્ષા ચલાવવા આપી હોવાનું એક જાગૃત નાગરિકે વીડિયો (Video) બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
આજકાલ શાળા સંચાલકો, વાહનચાલકો, બેફામ વાહન ચલાવતા હોવાના ઘણા વીડિયો આપણી સમક્ષ આવ્યા છે. બસ ડ્રાઈવરોની બેદરકારીના કારણે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા હોવાનું પણ જાણવા મળે છે, ઘણી વખત બાળકો અકસ્માત કે મોતને ભેટે છે. ત્યારે સુરત શહેરના ડીંડોલી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં રિક્ષાચાલક વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને બેસાડ્યા છે.
આ વીડિયોમાં રિક્ષાચાલક વિદ્યાર્થીને રિક્ષા ચલાવવા આપી હોય તેમ દેખાઈ રહ્યું છે. બાળકોને જીવના જોખમે શાળાએ લઈ જતા વાલીઓમાં હોબાળો મચવા પામ્યો છે. એટલું જ નહીં, પોલીસ પણ રિક્ષા ચાલકને દંડ ફટકાર્યો છે કે કેમ તે મોટો સવાલ ઊભો થયો છે.
મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:સુરતમાં સ્કૂલ વાન ચાલકો અને ઓટોરિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ
આ પણ વાંચો:મહિલાએ પોતાની દયાથી લોકોના દિલ જીતી લીધા, કાળઝાળ ગરમીમાં રિક્ષા ચાલકની મદદ માટે કર્યું આવું કામ