દેશમાં અવાર-નવાર હનીટ્રેપની ઘટના બનતી તમે સાંભળી હશે. જો કે તેમા હવે ડાયમન્ડ શહેર કહેવાતા સુરતનું નામ પણ શામેલ થઇ ગયુ છે. મળી રહેલી જાણકારી મુજબ સુરતમાં કતારગામમાં રહેતા કાપડ દલાલને એક મહિલાએ શારીરિક સંબંધો બનાવવા પોતાના ઘરે બોલાવ્યો.
સુરતનાં બોમ્બે માર્કેટમાં થોડા દિવસો પહેલા કાપડ દલાલને આ મહિલા મળી હતી, જેણે વાત-ચીત કરતા દલાલનો ફોન નંબર માગ્યો હતો. જે પછી મહિલાએ દલાલને ફોન કરી શારીરિક સંબંધો બાધવાનાં ઇરાદે ઘરે બોલાવી, જે માટે તેણે 800 રૂપિયા માગ્યા હતા. દલાલે મહિલાની વાત માની લીધી અને તેને મળવા માટે બુટભવાની સોસાયટી પાસે પહોચી ગયો. જે પછી તેઓ એક રૂમમાં ગયા જ્યા શારીરિક સંબંધો બાધવાના ઇરાદે પહોચેલા દલાલે પોતાના કપડા કાઢી દીધા અને નગ્ન થઇ ગયો. બરોબર તે જ સમયે રૂમનો દરવાજો ખખડ્યો, મહિલા રૂમનો દરવાજો ખોલવા ગઇ તો ત્યારે મહિલાનાં જ સાગરિતો પોલીસમાં હોવાનુ કહેતા કાપડ દલાલ ડરનાં માર્યો ઠઠરવા લાગ્યો હતો. જે પછી નકલી પોલીસ બનીને આવેલા મહિલાનાં સાગરિતોએ રૂપિયાની માંગ કરતા કહ્યુ કે, જો બચવુ હોય તો 3 લાખ રૂપિયા આપવા પડશે.
નકલી પોલીસ બનીને આવેલા મહિલાનાં સાગરિતોએ ખૂબ ડરાવ્યો અને કહ્યુ કે જો તે 3 લાખ રૂપિયા નહી આપે તો તેને દુષ્કર્મનાં કેસમાં ફસાવી દેશે. જો કે નકલી પોલીસ બનીને આવેલા સાગરિતોએ રૂપિયાની માંગ તો કરી દીધી પણ કાપડ દલાલ પાસે માત્ર 18 હજાર રૂપિયા જ હતા અને બાદમાં તેણે 20 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી, જે વાતને અંતે આરોપીઓએ માની લીધી. બાકીનાં રૂપિયા લેવા માટે જ્યારે દલાલે વરાછા પોલીસ સ્ટેશન પાસે બોલાવ્યો ત્યારે તેમની પોલ ખુલી ગઇ અને દરમિયાન રૂપિયા લેવા માટે આવેલ એક આરોપીને પોલીસે પકડી લીધો હતો, જેનુ નામ નિકુલ પુરુષોત્તમ સોલંકી છે. જે પછી તેની જબાની પર તેના અન્ય સાથીઓનાં નામ સામે આવ્યા જેના પર પોલીસે ફરિયાદ નોંધી દીધી છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.