Not Set/ મજૂરી મામલે હડતાળનો ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે ટ્રેન્ડ, આજે ફરી બે સંગઠનો દ્વારા હડતાળ

ગુજરાતમાં જાણે મજૂર સંગઠનોમાં હડતાળ ઉપર ઉતરી મજૂરી વઘારવાની માંગ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પૂર્વે ઉત્તર ગુજરાતમાં યાર્ડનાં મજૂરો દ્વારા એરંડાની ખરીદી અટકાવી હડતાળનાં માધ્યમથી મજૂરી વધારવાની માંગ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મજૂરો દ્વારા મજૂરી વધારવાની માંગ સાથે મગફળીની ખરીદી રોકી દઇ હડતાળ કરવામાં આવી હતી. […]

Top Stories Rajkot Gujarat Surat
pjimage 2 1 મજૂરી મામલે હડતાળનો ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે ટ્રેન્ડ, આજે ફરી બે સંગઠનો દ્વારા હડતાળ

ગુજરાતમાં જાણે મજૂર સંગઠનોમાં હડતાળ ઉપર ઉતરી મજૂરી વઘારવાની માંગ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પૂર્વે ઉત્તર ગુજરાતમાં યાર્ડનાં મજૂરો દ્વારા એરંડાની ખરીદી અટકાવી હડતાળનાં માધ્યમથી મજૂરી વધારવાની માંગ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મજૂરો દ્વારા મજૂરી વધારવાની માંગ સાથે મગફળીની ખરીદી રોકી દઇ હડતાળ કરવામાં આવી હતી. તો આજે ફરી સુરત અને રાજકોટમાં મજૂરો દ્વારા મજૂરીમાં વધારો કરવાની માંગ સાથે હડતાળ કરવામાં આવી છે.

સુરતમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝનાં કામદારો દ્વારા હડતાળ કરવામાં આવી છે. વિવિંગ ઇન્ડસ્ટ્રીઝનાં કામદારો દ્વારા હડતાળથી 25 લાખ મીટર ફેબ્રિકસનું ઉત્પાદન ઠપ્પ થઇ ગયુ હોવનું સામે આવી રહ્યું છે. હડતાળથી વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ પર વિપરીત અસર થશે તેવુ જણાવવામાં આવી રહ્યું છે. સુરાતનાં ઉધના-પાંડેસરાની 22 હજાર પાવરલૂમ્સ બંધ હોવાનું સામે આવી રહ્યું છે. કામદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, મીટર દીઠ ચુકવવામાં આવતી મજૂરીમાં વધારો કરવામાં આવે.

બીજા કિસ્સામાં રાજકોટ યાર્ડમાં ફરી મજૂરો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની હડતાળને કારણે લસણની હરાજી ઠપ્પ થઇ ગઇ છે. બજારમાં લસણનાં ભાવ આસમાને છે. ત્યારે મજૂરો અને શ્રમિકોએ મજૂરીમાં વધારાની માંગણી કરી છે. શ્રમિકો દ્વારા 7% વધુ મજૂરીની માંગ કરવામાં આવી રહી છે. હાલ શ્રમિકોને મજૂરી પેટે એક મણે 3 રૂપિયા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.