દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં રાત્રે દારૂના નશામાં ફરી રહેલા ત્રણ મિત્રોએ 25 વર્ષની એક મહિલા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો છે. ત્રણેય આરોપીઓએ પીડિતાના ભાઈ સાથે તેના ઘરની ગલીમાં ઝઘડો કર્યો હતો અને પીડિતા તેના ભાઇને બચાવવા માટે પહોંચી હતી. ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.
કેસની માહિતી મળતાં ફતેહપુર બેરી પોલીસ મથકે પીડિતાના નિવેદન બાદ સંબંધિત કલમોમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્રણેય આરોપી ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી આયા નગરના રહેવાસી છે અને પ્રોપર્ટી ડીલરનું કામ કરે છે.
નાયબ પોલીસ કમિશનર અતુલકુમાર ઠાકુરે કહ્યું કે પીડિતા તેના પરિવાર સાથે દક્ષિણ દિલ્હીમાં રહે છે. પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તે 18 માર્ચની મોડી રાત્રે તેના ઘરે હતી. આ સમય દરમિયાન તેણીએ તેના ભાઈનો અવાજ સાંભળ્યો અને તે બહાર આવી. જ્યાં તેણે એસયુવીમાં ત્રણ યુવકોને તેના ભાઈ સાથે ઝઘડો કરતા જોયા હતા. પીડિતા તાત્કાલિક તેના ભાઈ પાસે પહોંચી હતી અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને આરોપીઓએ પીડિતા સાથે દુષ્કર્મ શરૂ કર્યું. આરોપીએ પીડિતાને માર માર્યો હતો અને બળજબરીથી તેની કારમાં બેસાડી હતી.
રમતા-રમતા પાંચ બાળકોના એકસાથે એવી રીતે મોત નીપજ્યા કે સંપૂર્ણ ઘટના જાણીને દંગ રહી જશો
આરોપીએ તેને કારમાં બેસાડીને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ આરોપીએ પીડિતા અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બદમાશો ત્યાંથી ચાલ્યા ગયા બાદ પીડિતાએ જાતે પોલીસને ફોન કર્યો હતો અને પોલીસને કેસની જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી, પીડિતાનું મેડિકલ કરાવ્યા બાદ તેના નિવેદનમાં કેસ દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
આ મામલાની ગંભીરતા જોતાં એક અલગ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ ટીમ આરોપીઓ વિશે હજી માહિતી એકઠી કરી રહી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં આરોપીની કારનો નંબર લેવામાં આવ્યો હતો અને તેની મદદથી તેમની ઓળખ કરી હતી. ઓળખ બાદ પોલીસે આરોપી અંગે તેમના પરિવારના સભ્યો પાસેથી માહિતી એકઠી કરી હતી અને વન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા.