પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાના કેસમાં સીબીઆઈ સક્રિય બની છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ બંગાળની ચૂંટણી બાદ થયેલા બળાત્કાર અને હત્યાના કેસો અંગે રાજ્યના ડીજીપી પાસેથી માહિતી માંગી છે. કોલકાતા હાઈકોર્ટે ગુરુવારે સીબીઆઈ અને એસઆઈટીને બંગાળમાં ચૂંટણી પછીની હિંસા ના કેસોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે બળાત્કાર અને હત્યાના કેસોની તપાસ સીબીઆઈ કરશે અને અન્ય કેસોની તપાસ એસઆઈટી કરશે. રાજ્યની ટીએમસી સરકાર શરૂઆતથી જ સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી હતી, પરંતુ તેની અવગણના કરીને હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે
જોકે હવે મમતા બેનર્જી સરકારનું કહેવું છે કે તે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.ટીએમસી સાંસદ સૌગતા રોયે કોર્ટના નિર્ણય બાદ કહ્યું હતું કે પક્ષ આ નિર્ણયને ટોચની કોર્ટમાં પડકારી શકે છે.ઉલ્લેખનીય છે કે બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીનો ભવ્ય વિજ્ય થયો હતો તેમની આ જીત બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી જેના લીધે એક પીટીશન હોઇકોર્ટમાં કરવામાં આવી હતી , આ અરજી અનુસંધાનમાં બંગાળની હાઇકોર્ટે સીબીઆઇને તપાસ સોંપવાનો આદેશ આપ્યો છે અને એક સપ્તાહમાં રિપોર્ટ સબમીૉ કરવાનો પણ આદેશ આપ્યો છે જેના અતર્ગત સીબીઆઇ કાર્યભાર સંભાળીને તપાસનો દાેર ચાલુ કરી દીધો છે અને તપાસ વહેલી તકે પરપૂર્ણ થાય તે માટે સક્રીયતા દાખવવામાં આવી રહી છે.
બંગાળમાં થયેલી હિંસા મામલે સીબીઆઇ તમામ દસ્તાવેજો કેસને લગતા બંઘાળના ડીજીપી પાસે માંગ્યા છે અને સંપૂર્ણ તપાસ હાથમાં લઇ લીધી છે તો બીજી બાજુ હાઇકોર્ટના નિર્ણયને ટીએમસી સુપીમ કોર્ટમાં પડકારી શકે છે. આ નિર્મયના લીધે ટીએમસી નારાજ જોવા મળી છે.
હુમલો / છત્તીસગઢમાં નકસલી હુમલામાં ITBPના બે જવાનો શહીદ
દહેશત / તાલિબાનોની જીત પર આતંકવાદી સંગઠન અલકાયદાએ શુભેચ્છા પાઠવી
ઉદ્ઘાટન અને શિલાન્યાસ / અસ્તિત્વને ભૂસી નાખવાના અસંખ્ય પ્રયાસો છતાં અડગ ઊભું છે સોમનાથ મંદિર : PM મોદી