Not Set/ દેવભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજીમાં જન્માષ્ટમીનાં પવિત્ર તહેવારની તડામાર તૈયારીઓ શરુ 

  ભગવાન શ્રી દ્વારકાધીશનો જન્મોત્સવ 3 સપ્ટેમ્બરનાં રોજ ઉજવાશે ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જન્મદિવસની ઉજાણીની તૈયારીઓની વાત કરવામાં આવે તો દ્વારકા મંદીરને વિશેષ લાઈટીન્ગથી શણગારવામાં આવ્યુ છે. યાત્રાધામ દ્વારકામાં આવેલ ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગત મંદીરમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવવા જઇ રહ્યો છે. ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદીરને લાઈટીન્ગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યુ છે અને ભગવાનનાં આ જન્મોત્સવ […]

Top Stories Gujarat Navratri 2022
Dwarka દેવભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજીમાં જન્માષ્ટમીનાં પવિત્ર તહેવારની તડામાર તૈયારીઓ શરુ 

 

ભગવાન શ્રી દ્વારકાધીશનો જન્મોત્સવ 3 સપ્ટેમ્બરનાં રોજ ઉજવાશે ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જન્મદિવસની ઉજાણીની તૈયારીઓની વાત કરવામાં આવે તો દ્વારકા મંદીરને વિશેષ લાઈટીન્ગથી શણગારવામાં આવ્યુ છે.

યાત્રાધામ દ્વારકામાં આવેલ ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગત મંદીરમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવવા જઇ રહ્યો છે. ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદીરને લાઈટીન્ગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યુ છે અને ભગવાનનાં આ જન્મોત્સવ ને ઉજવવા સમગ્ર દ્વારકાવાસીઓ તેમજ આવનાર યાત્રિકો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં છે. આ મંદિરની લાઈટ 10 કિ.મી દુરથી પણ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ભગવાન શ્રી દ્વારકાધીશનો જન્મોત્સવ 3 સપ્ટેમ્બરનાં રોજ ઉજવાશે ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશનાં મંદીરને વિશેષ લાઈટીન્ગથી શણગારવામાં આવ્યુ છે.

જયારે વાત કરવામાં આવે તો ખેડા યાત્રાધામ ડાકોરમાં પણ જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ રણછોડજી મંદિરના 60 રોજમદાર જન્માષ્ટમીના દિવસે કાળી પટ્ટી બાંધશે. તેઓની માંગ છે કે વર્ષોથી તેઓ અહીં કામ કરે છે અને તેમને કાયમી કરવાની માંગ કરી છે. રણછોડજીને અરજી આપી રોજમદારોએ મંદિરમાં ધજા ચડાવી હતી. જ્યારે આ મામલે  સીએમ વિજય રૂપાણીને પણ  લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.

જયારે અરવલ્લીમાં સ્થિત શામળાજી મંદિરમાં ભક્તો દ્વારા જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિતે તહેવારને સફળ અને આનંદાયક રીતે ઉજવવા માટેની તૈયારીઓ અત્યાથી જ શરુ કરી દેવામાં આવી છે. મંદિરમાં ભારે ભીડ એકત્રિત થવાના કારણે અન્ય સુવિધાઓ જેમ કે સિક્યુરિટી, ફૂડ, ટોયલેટ વગેરેની ચકાસણીઓ પણ કરી લેવામાં આવી છે. જેના કારણે ભક્તિ ભાવે લાંબા અંતરથી આવતા શ્રદ્ધાળુઓને આ ખાસ દિવસે કોઈ પણ જાતની તકલીફનો સામનો ન કરવો પડે.