Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,326 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 453 લોકોનાં મોત

આજે અમેરિકા અને બ્રિટેન આ મહામારીમાં પોતાના નાગરિકોની મદદ કરવામાં લાચાર થઇ ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ભારતમાં પરિસ્થિતિ તેનાથી વિપરીત છે. જી હા, અહી સ્થિતિ હાલમાં કાબુમાં હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. 

Top Stories India
દેશમાં કોરોના

દુનિયામાં ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકેલા કોરોનાવાયરસે ખાસ કરીને વિકસીત દેશોમાં પોતાનો કહેર વરસાવ્યો છે. આજે અમેરિકા અને બ્રિટેન આ મહામારીમાં પોતાના નાગરિકોની મદદ કરવામાં લાચાર થઇ ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ભારતમાં પરિસ્થિતિ તેનાથી વિપરીત છે. જી હા, અહી સ્થિતિ હાલમાં કાબુમાં હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો – ગ્રામ પંચાયત ચૂંટણી 2021 / અરવલ્લીની 193 ગ્રા.પં.નું જાહેર થશે પરિણામ, 2281 વોર્ડનાં ઉમેદવારનાં ભાવિનો થશે નિર્ણય

આપને જણાવી દઇએ કે, વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 27.54 કરોડ થઈ ગયા છે. આ સાથે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 53.6 લાખથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 8.72 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. જો બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 5,326 નવા કોવિડ-19 કેસ અને 453 લોકોનાં મોત નોંધાયા છે. આ સાથે, એક જ દિવસમાં કુલ 8,043 રિકવરી નોંધાઈ હતી, જે કુલ રિકવરીનો આંકડો 3,41,95,060 પર પહોંચી ગયો હતો. દેશમાં આ મહામારીનાં સક્રિય કેસ ઘટીને 79,097 થઈ ગયા છે. આ સાથે, ભારતનો કુલ કેસલોડ વધીને 3,47,46,838 થઈ ગયો છે. 24 કલાકનાં સમયગાળામાં 8,077 દર્દીઓ ઠીક થયા બાદ, કોવિડ સંબંધિત રિકવરી વધીને 3.41 કરોડ થઈ ગઈ છે. કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે અત્યાર સુધીમાં કુલ 4,77,554 લોકોનાં મોત થયા છે, જે અત્યાર સુધીમાં કુલ સંખ્યાનાં 1.37% છે. દેશમાં રસીકરણનો કુલ આંકડો 1,38,34,78,181ને સ્પર્શી ગયો છે અને છેલ્લા 24 કલાકમાં 64,56,911 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે

ટેસ્ટિંગ ક્ષમતા સમગ્ર દેશમાં વિસ્તરી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 10,14,079 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 66.51 કરોડ (66,51,12,580) સંચિત ટેસ્ટિંગ કર્યા છે. ભારતમાં કોરોનાવાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, કુલ કેસલોડ વધીને 153 થઈ ગયો છે. જણાવી દઇએ કે, ઓમિક્રોન વેરિઅન્ટ ધીમે ધીમે ખતરનાક બની રહ્યું છે. આ સંક્રમણનાં કારણે પ્રથમ મૃત્યુ અમેરિકામાં નોંધાયું છે. અગાઉ યુકેમાં ઓમિક્રોનથી એક મૃત્યુ થયું છે. આ પછી, વિશ્વમાં કોરોનાનાં આ નવા વેરિઅન્ટથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બે થઈ ગઈ છે.