રાજ્યમાં રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસ ચોથા દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12,955 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 133 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 12,995 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 6,33,427 છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 1,48,124 છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં 4174 કેસ., સુરત શહેરમાં 1168 નવા કેસ,. વડોદરા શહેરમાં 722 કેસ,. રાજકોટ શહેરમાં 391 કેસ નોધાયા છે .