Not Set/ કર્ણાટકમાં છેલ્લા બે મહિનામાં 40 હજાર બાળકો કોરોના સંક્રિમત

બાળકો કોરોના સંક્રમિત થયા છે.

India
corona badko કર્ણાટકમાં છેલ્લા બે મહિનામાં 40 હજાર બાળકો કોરોના સંક્રિમત

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે પરતું હવે દેશમાં કોરોના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે તે સારી વાત છે . બીજા તબ્બકામાં સૈાથી મોટી ચિંતાજનક બાબત એ છે કે બાળકો પણ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.કર્ણાટકમાં છેલ્લા બે મહિનામાં 40 હજાર બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.આ બાળકોની ઉમર 9 વર્ષથી પણ ઓછી છે.

કર્ણાટકમાં કોરોના મામલે 0-9 વર્ષની ઉમરના 39,846 અને 10-19 વર્ષની ઉમરના 1,05,044 કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતાં. આ આંકડા 18 માર્ચથી 18 મે સુધીના છે. અહેવાલ અનુસાર ગત વર્ષની કોરોના મહામારીની શરૂઆત થઇ હતી ત્યારથી અત્યાર સુધી એટલે કે 18 માર્ચ સુધી 17,841 અને 65,551 કોરોના સંક્રમિત થયા હતા.ગત વર્ષની તુલનામાં બાળકોના કોરોના કેસોમાં નોધપાત્ર વધારો નોંધાયો છે..બીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થયાં છે કોરોનાથી મોત થયાની વાત કરીએ તો ગયા વર્ષથી લઈને 18 માર્ચ સુધી આ વર્ષે 28 બાળકો કોવિડનો ભોગ બન્યા હતા, ત્યારબાદ 18 મે સુધીમાં 15 બાળકો વધુ મૃત્યુ પામ્યા હતા.