કહેવત છે કે “જિસકી મોત લિખી હો ઉસકો કોઈ નહિ રોક શકતા…” જે વ્યક્તિનું મૃત્યુ જે જગ્યાએ અને જે સમયે થવાનું છે તેને કુદરત સિવાય કોઈની તાકાત નથી કે તેને કોઈ રોકી શકે, ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે એક દિવસ પહેલા જ કોઈ વ્યકિતને મળ્યા હોઈએ અથવા કોઈની જોડે થોડી વાર પહેલા જ વાત કરી હોય અને તેવી વ્યક્તિનું અચાનક જ મૃત્યુ થઇ જાય તો તેવા સમાચાર સાંભળીને આપણને જોરદાર ઝટકો લાગતો હોય છે. પળભરમાં જીવિત વ્યક્તિ ક્યારે મોતના મુખમાં જતો રહે છે તે માનવીની સોચની બહાર છે.
ગઈ કાલે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. સવારે ઘરેથી નાસ્તો કરીને પોતાના પરિવાજનોથી મળીને કમરુભાઈ અંસારી પોતાના કામકાજ માટે ઘરેથી નીકળ્યા હતા. ઘરના લોકોએ વિચાર્યું પણ નહતું કે કમરુભાઈ સવારે ઘરેથી જઈ તો રહ્યા છે બાકી સાંજે ઘરે પરત નહિ આવી શકશે.
સિમેન્ટના ગોડાઉનમાં પતરા ઉતારતી વખતે એક સિમેન્ટનું પતરું કારીગરના હાથમાંથી છટકી જતા નીચે ઉભેલા કમરુ ભાઈ ઉપર પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અચાનક માથામાં વજનદાર વસ્તુ આવીને અથડાતા કમરુભાઈના માથામાંથી લોહીના ફુવારા ચાલુ થઇ ગયા હતા. લોહીલુહાણ બનેલા કમરુભાઈને હોસ્પ્ટિલમાં લઇ જતા સ્થળ ઉપર હાજર તબીબોએ ચકાસણી કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યું હતું. ઇસનપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે મોકલી દઈને આગળની તપાસ હાથ ધરી હતી.