રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામ સાગઠિયાને પદ પાછું મળ્યું છે. જેના બાદ હવે મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં 4 કોર્પોરેટર થયા છે. સ્પેશિયલ પિટીશન બાદ હાઈકોર્ટનો ચુકાદો આવતા વશરામ સાગઠિયા કોર્પોરેટર તરીકેનું પદ પાછું મળતા હવે જનરલ બોર્ડમા કોંગ્રેસના 4 સભ્યો હાજર રહી શકશે. નોંધનીય છે કે પક્ષાંતર ધારા હેઠળ કોર્પોરેટર વશરામ સાગઠિયાનું પદ રદ્દ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે વશરામ સાગઠિયા વિરોધ પક્ષના આક્રમક નેતા છે અને પદ પાછું મળતા રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. લોકસભા ચૂંટણી પહેલા કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇની કોર્પોરેટર પદ પાછું મળતા પક્ષમાં નવો પ્રાણ ફૂંકાયો છે. આગામી લોકસભા ચૂંટણીમાં હવે આ પ્રદેશમાં ભાજપને પડકારનો સામનો કરવો પડી શકે.
મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ બારાઈ કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ આમ આદમી પાટીમાં જોડાયા હતા. ત્યારબાદ બંને આપ પક્ષના કોર્પોરેટર તરીકે કામગીરી કરતા હતા. તે સમયે મનપાના એક નેતા દ્વારા ફરિયાદ કરાતા બંને શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બંને નેતાઓનું પક્ષાંતર ધારા હેઠળ પદ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં વશરામ સાગઠિયા અને કોમલ બારાઈ દ્વારા પડકારવામાં આવ્યો હતો. હાલમાં આ સ્પેશિયલ પિટીશન મામલે હાઈકોર્ટનો ચુકાદો આવતા બંને નેતાઓને કોર્પોરેટર તરીકેનું પદ પાછું મળ્યું. મહત્વનું છે કે વશરામ સાગઠિયા રાજકોટના મોટા નેતા છે, અને એક સમયે આમ આદમી પાર્ટીએ તેમને બરતરફ કર્યા હતા. વશરામ સાગઠિયાને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ તમામ પદપરથી કરાયા સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. અને બાદમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસની કમાન સંભાળતા ફરી વશરામની સાથે કોમલ બારાઈ પણ કોંગ્રેસમાં જોડાયા.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા આધાર કાર્ડ કેમ કરવામાં આવી રહ્યા નિષ્ક્રિય? સીએમ મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર
આ પણ વાંચો:અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 સીટો, કોંગ્રેસના જવાબ બાદ આગળનો રસ્તો થશે નક્કી
આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીની બગડી તબિયત, સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ