બનાસકાંઠા/ જિલ્લા શિક્ષણ અધિકારીનું સર પ્રાઈઝ ચેકીંગ, ગુલ્લી મારતા 44 શિક્ષકો ફટકારી નોટીસ

બનાસકાંઠા જિલ્લામાં સરકારી શાળાઓમાં ગુલ્લી મારતાં 11 શાળાઓના 44 શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ આપી ખુલાસો માંગતા ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Gujarat Others
ગુલ્લી મારતા 44 શિક્ષકો

બનાસકાંઠા જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકો દ્વારા શાળાના સમય દરમિયાન ગુલ્લી મારતા હોવાની ફરિયાદો અનેકવાર ઉઠી છે, ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતાં હોય તેમજ અનિયમિત હાજર રહીને ફરજમાં ગુલ્લી મારતા 44 શિક્ષકો ને લઈને બાળકોના અભ્યાસ પર અસર પડી રહી હતી જેને લઈને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે દાંતા તેમજ વડગામની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ઓચિતું ચેકીંગ હાથ ધર્યું હતું.જેમા દાંતા તાલુકાની 8 શાળાના 32 શિક્ષકો અને વડગામ તાલુકાની 3 સ્કૂલના 12 શિક્ષકો મળી.

ગુલ્લી મારતા 44 શિક્ષકો ને નોટીસ 

કુલ 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતાં ઝડપાઇ ગયા હતા. જેને લઈને શિક્ષણ અધિકારી દ્વારા ગુલ્લીબાજ શિક્ષકોને કારણ દર્શક નોટિસ ફટકારી હતી અને જેને લઈને ફરજમાં બેદરકારી દાખવતાં શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જો કે શિક્ષણ અધિકારીએ ઝડપાયેલા તમામ ગુલલી બાજ શિક્ષકોની રૂબરૂ સુનવણી રાખી છે જેમાં શિક્ષકો યોગ્ય ખુલાસો નહિ કરી શકે તો તેમના સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.

જેમાં દાંતા તાલુકાની 8 સ્કૂલના 32 શિક્ષક અને વડગામ તાલુકાની 3 સ્કૂલના 12 શિક્ષક મળી કુલ 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતાં ઝડપાઇ જતાં આ શિક્ષકોને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જેને લઇ ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા શિક્ષકોમાં હલચલ મચી જવા પામી છે.

આ પણ વાંચો:  યુવા મોડેલ એસેમ્બલીનો પ્રયોગ : વિધાર્થીઓ બન્યા CM અને ધારાસભ્ય

આ પણ વાંચો:હાલોલ GIDCનાં 700 યુનિટો બંધ : પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગનાં યુનિટો પર મહાસંકટ : હજારો કામદાર બેરોજગાર

આ પણ વાંચો:ફરી ધ્રુજી કચ્છની ધરા, 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો