ત્રીજી ટેસ્ટમાં ભારતે ધબડકો જારી રાખતા ફક્ત બીજી ઇનિંગ્સમાં ફક્ત 163 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. નાથન લિયોને 64 રન આપી 8 વિકેટ ઝડપતા ભારતનો આ ધબડકો થયો હતો. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાના 59 રન અને શ્રેયસ ઐયરના 26 રનને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન ખાસ ટકી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા માટે આ લક્ષ્યાંક સરળ છે. હવે તે કેટલી વિકેટે વિજય મેળવે તે જ મોટો સવાલ છે.
ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસની રમતમાં ટી સુધીમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા છે. ભારતને ઓસ્ટ્રેલિયાની 88 રનની સરસાઈ દૂર ઉતારવામાં હજી નવ રન બાકી છે અને ભારત પાસે હવે છ વિકેટો છે. આ સંજોગોમાં ભારતનો બધો દારોમદાર 36 રને રમી રહેલા ચેતેશ્વર પૂજારા અને શ્રેયસ ઐયરની છેલ્લી બેટિંગ જોડી પર છે. રવિન્દ્ર જાડેજા બરોબર ટી ટાઇમના થોડા સમય પહેલા જ આઉટ થતાં ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી માટે આશ્ચર્યજનક રીતે વર્તમાન સિરીઝ નિષ્ફળ રહી હતી અને તે ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ ફક્ત 13 જ રન કરી શક્યો હતો. વર્તમાન સિરીઝમાં કોહલીની છ ઇનિંગ્સનું ટોટલ પણ 100 રનને વટાવી જતું નથી. ભારતની ચાર વિકેટો પડી તેમાથી ત્રણ વિકેટ ઓસ્ટ્રેલિયાના સ્ટ્રાઇક બોલર નાથન લિયોને ઝડપી હતી. લિયોન ભારત સામે આશ્ચર્યજનક રીતે સફળ રહ્યો છે, સ્પિનરો સામે રમવા માટે જાણીતું ભારત લિયોન સમક્ષ અને ઓસ્ટ્રેલિયન સ્પિનરો સમક્ષ વારંવાર ઘૂંટણિયે પડી જતું દેખાયું છે. પણ એક હકીકત નિશ્ચિત થઈ ગઈ છે કે ત્રીજી ટેસ્ટનું પરિણામ આવતીકાલે શુક્રવારે ત્રીજા દિવસે આવી જરૂર જશે.
ત્રીજી ટેસ્ટના બીજા દિવસે લંચ સુધીના સત્રના અંતિમ અડધો India collapse કલાકમાં ભારતીય બોલરોએ મચાવેલા તરખાટના લીધે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 197 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. આમ છતાં પણ ઓસ્ટ્રેલિયાને 88 રનની મહત્વની લીડ મેળવવામાં સફળ રહ્યુ હતુ. આમ વર્તમાન સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ભારત પર પ્રથમ વખત લીડ મેળવવામાં સફળ રહ્યુ હતુ. જ્યારે લંચ ટાઇમે ભારત વિના વિકેટે 13 રન કર્યા હતા. આમ ભારત હવે ઓસ્ટ્રેલિયાથી 75 રન પાછળ છે. આથી અહીં માનવામાં આવે છે કે આ પીચ પર જો ઓસ્ટ્રેલિયાને દોઢસોથી વધારે રનનો India collapse ટાર્ગેટ મળ્યો તે તેના માટે જીતવું મુશ્કેલ બની જશે તેમ મનાય છે.
ઓસ્ટ્રેલિયા આ પહેલા ગઇકાલના 4 વિકેટે 156 રનથી આગળ India collapse રમવાનું શરૂ કર્યુ ત્યારે તેનો સ્કોર 4 વિકેટે 186 રન હતો ત્યારે તો એમ જ લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા ભારતને જંગી લીડ આપશે અને કદાચ તેને બીજી બેટિંગ જ કરવાનીં નહી આવે, પરંતુ તેના પછી ભારતના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે રીતસરનો ચરખો ફેરવી ત્રણ વિકેટ ઝડપતા અને અશ્વિને તેને ટેકો આપી ત્રણ વિકેટ ઝડપતા એક સમયે 4 વિકેટે 186 રન પરથી ઓસ્ટ્રેલિયા 197 રનમાં સમેટાઈ ગયું હતું. આમ ભારત પર વિજયી લીડ મેળવવાની તેની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધા પછી ભારતીય ટીમ અપેક્ષા મુજબ રમી ન શક્તા ફક્ત 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફક્ત બીજી ટેસ્ટ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ડાબેરી સ્પિનર મેથ્યુ ક્યુમેને 16 રન આપી પાંચ વિકેટ ઝડપતા ભારતનો ધબડકો થયો હતો. નાથન લિયોને ત્રણ વિકેટ ઝડપી તેને જબરજસ્ત ટેકો આપ્યો હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે સ્પિન સામે સારુ રમવા માટે જાણીતા ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના સ્પિનરો સામે ટકી શક્યા ન હતા અને તેથી ભારતનો ધબડકો થયો હતો.
તેની તુલનાએ ઓસ્ટ્રેલિયાને ઉસ્માન ખ્વાજાએ સારી શરૂઆત અપાવી હતી. તેણે 60 રન ફટકાર્યા હતા અને ખ્વાજા આ મેચનો ટોપ સ્કોરર રહે તો પણ નવાઈ નહી લાગે. આ મેચની પીચ જોતા લાગે છે કે આ ટેસ્ટ પણ પાંચ દિવસ પૂરેપૂરી ચાલી તેવી શક્યતા ઓછી છે. મહદ અંશે ત્રીજા દિવસે એટલે કે આવતીકાલે શુક્રવારે આ મેચનું પરિણામ આવી જાય તેમ માનવામાં આવે છે. જાડેજાએ પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટ ઝડપી તે દરમિયાન ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ અને પાંચ હજાર રન પૂરા કરનારા ઓલરાઉન્ડર બનવાની સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચોઃ Hit And Run/ રસ્તે ચાલતા જનારાઓ માટે યમદૂત બનતા કારચાલકઃ અમદાવાદમાં નબીરાએ દંપતીને કચડ્યું
આ પણ વાંચોઃ મહિલા ઉમેદવાર/ નાગાલેન્ડ શું પહેલી વખત મહિલા ધારાસભ્ય ચૂંટશે?
આ પણ વાંચોઃ Tripura Change/ ત્રિપુરામાં પાસુ પલ્ટાયુઃ ભાજપને બહુમતીથી હાથવેંતનું છેટુઃ ટિપરા મોર્થાનો જબરજસ્ત દેખાવ