ભાવેશ રાજપૂત
અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે… સોશિયલ મીડિયા થકી પરિચયમાં આવેલા યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિડિયોકોલમાં કપડાં કઢાવી તેનાં સ્ક્રીન-શોર્ટ પાડી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યુ હતું…
અમદાવાદના થલતેજમાં રહેતી સ્નેહા (નામ બદલ્યુ છે) 2 વર્ષથી થલતેજ-શીલજ રોડ ઉપર નોકરી કરે છે અને પાંચ વર્ષથી પોતાના પરિવાર સાથે રહે છે..માર્ચ 2020 મા સ્નેહાને ફેસબુક મારફતે ડીસા બનાસકાંઠામાં રહેતા હર્ષવર્ધન ચક્રવર્તી નામના યુવક સાથે પરિચય થયો હતો.. હર્ષવર્ધને પોતે કુકિંગનું કામ કરે છે, જેના માટે અવારનવાર બનાસકાંઠા અમદાવાદ અપડાઉન કરતો હોવાનું જણાવ્યું હતું..2 મહિના પછી યુવતીએ યુવક સાથે ફોન ઉપર વાતચીત કરતા તેઓની વચ્ચે મિત્રતા થઈ હતી…જુલાઈ 2020 માં હર્ષવર્ધન ચક્રવર્તીએ સ્નેહાને વિડિયો કોલ કરીને તેને મીઠી વાતોમાં ભેળવી તેનાં કપડા કઢાવ્યા હતા.. જે બાદ નવેમ્બર 2020માં સ્નેહા હર્ષવર્ધનને મળી હતી…
12 ડિસેમ્બર 2012ના રોજ સ્નેહા ઘરે હાજર હતી, તે સમયે પ્રેમી હર્ષવર્ધન ચક્રવર્તીનો તેના ઉપર ફોન આવ્યો હતો અને સ્નેહાને “તારી સાથે લગ્ન કરવા છે” એવું કહીને મળવા માટે બોલાવી હતી..યુવતીને નોકરીએ જવાનું હોવાથી તેમજ બીજા દિવસે પરિવારમાં લગ્ન હોવાથી પ્રેમી હર્ષવર્ધનને મળવાની ના પાડી હતી.. જેથી હર્ષવર્ધને સ્નેહાને “જો તું મને મળવા નહીં આવે, તો મેં તને વીડિયો કોલ કર્યો ત્યારે તારા નગ્ન શરીરના સ્ક્રીનશોર્ટ પાડી લીધા છે, તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ અને તને બદનામ કરી નાખીશ” તે પ્રકારની ધમકી આપી…
સ્નેહા ગભરાઈ જતાં હર્ષવર્ધનને મળવાની હા પાડી હતી, જે બાદ હર્ષવર્ધન સ્નેહાને બાઈક પર બેસાડી જીવરાજપાર્ક લઈ ગયો હતો, જ્યાં પોતાનું વાહન મૂકી ઓનલાઇન કેબ બુક કરાવીને સરખેજ સાણંદ હાઈવે ઉપર આવેલી બ્લુ બે નામની હોટેલમાં લઈ ગયો હતો.. હોટેલમાં હર્ષવર્ધન એ સ્નેહાને ઠંડુ પીણુ પીવડાવી બેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.. જે બાદ હર્ષવર્ધને પોતાના ફોનમાં હોટલમાં સ્નેહા સાથે બેભાન અવસ્થામાં શરીરસંબંધ બાંધેલાનાં ફોટા બતાવીને જણાવ્યું હતું કે “જો તું ઘરે જવાનું કહીશ તો તારા ફોટા ઈલેક્ટોનીક મીડિયામાં વાયરલ કરી નાખીશ” તેવી ધમકી આપી યુવતીનો ફોન લઈ તેને બંધ કરી નાખ્યો હતો અને યુવતીને હોટેલમાં રોકી રાખી હતી..બીજા દિવસે હર્ષવર્ધન ચક્રવર્તીએ સ્નેહાને એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી હોટલ રાધાનંદ હોટલમાં લઈ જઈ તેનાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરી વાર તેની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા…
14મી ડિસેમ્બરે હર્ષવર્ધન સ્નેહાને લઈને મીરજાપુર કોર્ટમાં ગયો હતો, જ્યાં એક વકીલ પાસેથી લીવ ઈન રિલેશનશિપનો કરાર કરાવી તેમાં સ્નેહાને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી મરજી વિરુદ્ધ સહી કરાવી હતી..જે બાદ હર્ષવર્ધન તેને ગોતા ખાતે રહેતી તેની બહેનનાં ઘરે લઈ ગયો હતો..સ્નેહાએ હર્ષવર્ધનની બહેનને પોતાની સાથે થયેલા દુષ્કર્મની જાણ કરતા તેણે પોતાનાં ભાઈનો પક્ષ લીધો હતો અને “જે થયું તે ભૂલી જા, અમે તમારા બંનેના લગ્ન કરાવી દઈશું” તેવું જણાવ્યું હતું.. જો કે યુવતીએ હર્ષવર્ધન સાથે લગ્ન કરવાની ના પાડતા હર્ષવર્ધનના માતા-પિતાએ સ્નેહાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો..જોકે સ્નેહા ન તેનાં માતા-પિતાને ઘરે બોલાવ્યા હતા..જ્યાં સ્નેહાએ પિતાને આ અંગની જાણ કરતા હર્ષવર્ધન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તેમજ સ્નેહાનાં ફોટા- વિડિયો ફોનમાંથી ડીલીટ કરી નાખવાની વાત કરતાં હર્ષવર્ધને પોલીસ ફરિયાદ નહીં કરો તો જ ફોટા અને વિડીયો ડીલીટ કરીશ તેવુ જણાવતા ફરિયાદ કરાઈ ન હતી..
17મી માર્ચે સ્નેહાને હર્ષવર્ધનની માતાનો ફોન આવ્યો હતો અને હર્ષવર્ધન ખાતો પીતો નથી, તેને કંઈ થશે તો તમને બધાને મારી નાખીશું તેવું કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.. ત્યારબાદ હર્ષવર્ધન ચક્રવર્તીએ તેના વોટ્સએપ સ્ટેટસમાં તેમજ ઇન્સ્ટાગ્રામ પર યુવતીનો ફોટો તેમજ વિડિયો મૂકી તેને બદનામ કરવાનું ચાલુ રાખતા અંતે અંતે સ્નેહાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હર્ષવર્ધન ચક્રવર્તી સામે દુષ્કર્મની તેમજ તેની માતા સામે ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે..