નાગરિકતા સુધરણા કાયદા વિરુદ્ધ ગુરુવારે દેશભરમાં પ્રદર્શન થયા હતા. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પણ આ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વળી, નાગરિકતા કાયદાની વિરૂધ્ધ નિકાળવામાં આવેલ માર્ચમાં હિંસા બાદ મંગલુરુમાં કર્ફ્યુ લગાવાયો હતો. આ દરમિયાન પોલીસે ઘણા પત્રકારોની અટકાયત કરી અને તેમના આઈડી કાર્ડ માંગ્યા હતા.
કેરળ સ્થિત ત્રણ ન્યૂઝ ચેનલો ન્યૂઝ 24, મીડિયા વન અને એશિયાનનેટનાં પત્રકારો અને ક્રૂ ને કર્ણાટકનાં મંગલુરૂમાં રિપોર્ટિંગ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ગુરુવારે મંગલુરૂમાં થયેલી હિંસા દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રિપોર્ટિંગને રોકી દીધી જ્યારે તે ઓન-એર હતુ. દરમિયાન પોલીસ અધિકારીએ પત્રકારને ઓળખકાર્ડ બતાવવા કહ્યું. આ અંગે પત્રકારે સંસ્થા દ્વારા અપાયેલ આઈડી કાર્ડ બતાવ્યું પણ પોલીસ અધિકારીએ કહ્યું કે, તે સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નથી.
એનડીટીવીનાં સમાચાર મુજબ પોલીસે 30 પત્રકારોની અટકાયત કરી હતી. ચાર ન્યૂઝ ચેનલોનાં પત્રકારો મૃતકોનાં પરિવારજનોની ઇંટરવ્યૂ લેવા માટે એકત્ર થયા હતા. પોલીસ કર્મચારીઓએ આ દરમિયાન પત્રકારોને આઈડી કાર્ડ બતાવવાનું અને રિપોર્ટિંગ બંધ કરવાનું કહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, અહીયા રિપોર્ટિંગની મંજૂરી નથી, આ કહેતા મીડિયાને ત્યાંથી હટાવવામાં આવી હતી.
પોલીસ કમિશનર પી.એસ. હર્ષે જણાવ્યું હતું કે, કેટલાક લોકો, જેમની પાસે કોઈ સંસ્થા અથવા સરકાર દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડ નથી અને મીડિયા સાથે જોડાયેલા નથી, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, રાજધાની બેંગલુરુમાં પણ આ એક્ટનો વિરોધ ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ દર્શાવ્યો હતો, ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. નાગરિકતા સુધારણા કાયદાનાં વિરોધ પર રામચંદ્ર ગુહાએ કહ્યું કે, અસલી ‘ટૂકડે-ટાકડે ગેંગ’ દિલ્હીમાં બેઠેલા ભારતનાં શાસક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.