Not Set/ આ ગામમાં ટોયલેટના બનાવી આપતા પત્નીએ આપ્યા પતિને છુટાછેડા..

ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસેના એક ગામમાં.  મહિલાએ પતિ વિરુદ્ધ ઘરમાં શૌચાલય ન બનાવી આપવા અને મારઝૂડ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી

Gujarat Trending
Untitled 403 આ ગામમાં ટોયલેટના બનાવી આપતા પત્નીએ આપ્યા પતિને છુટાછેડા..

ટોયલેટ એક પ્રેમકથા ફિલ્મમાં અભિનેત્રી પતિ સાથે ટોયલેટ માટે લડે છે. અંતે પતિ તેના પરિવારની સામે પડી પત્ની માટે ટોયલેટ બનાવે છે. અને ફિલ્મનો એક સુખદ અંત આવે છે. પરંતુ આ રીલ લાઇફ સ્ટોરીમાં હતુ. રીયલ લાઇફ સ્ટોરીમાં એક મહિલા પોતાના પતિ સાથે ટોયલેટ માટે લડે છે. ત્યારે અંતમાં છુટાછેડા થાય છે. વાત જરા નવાઇ પમાડે તેવી છે. કારણ કે હવે તો ધીમે-ધીમે છેવાડાના ગામડા સુધી પણ ટોયલેટની વ્યવસ્થા હોય છે. તો પછી આ છુટાછેડા થયા કેમ..?

હા, આ શક્ય છે અને આવું જ બન્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસેના એક ગામમાં.  મહિલાએ પતિ વિરુદ્ધ ઘરમાં શૌચાલય ન બનાવી આપવા અને મારઝૂડ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કોર્ટે છૂટાછેડા આપીને પત્નીને ભરણપોષણ માટે પૈસા આપવાનો આદેશ કર્યો છે.

સાટાપાટા લગ્ન..

ગાંધીનગર પાસે રાંદેસણ ગામમાં રહેતાં મમતા (નામ બદલ્યું છે) નાનપણથી ભણવામાં હોશિયાર હતાં, ગામમાં જ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેઓ આગળ ભણવા માગતાં હતાં પણ તે શક્ય ન બન્યું. પિતાને આર્થિક મદદ કરવા તેમણે બ્યુટીશિયનનો કોર્સ કર્યો. થોડા વખતમાં ગાંધીનગરમાં એક જગ્યાએ બ્યુટીશિયનનું કામ કરવાનું શરૂ કર્યું. “ભાઈનાં લગ્ન માટે છોકરી શોધતા હતા અને મમતાની પણ લગ્નની ઉંમર થઈ હતી.” તેઓ કહે છે કે, “અમે બક્ષીપંચમાંથી આવીએ છીએ અને અમારી જ્ઞાતિમાં સાટાપાટા લગ્નનો રિવાજ છે.” એટલે સાટાપાટ રિવાજ પ્રમાણે મમતાનાં લગ્ન થયાં. મમતાના ભાઈ જયંતનાં લગ્ન કાન્તા નામની યુવતી સાથે થયાં, અને તેના ભાઈ નરેન્દ્ર સાથે મમતા લગ્ન નક્કી થયાં.

ઘર ખાધે-પીધે સુખી..

મમતા કહે છે કે, “મેં લગ્ન પહેલાં મારા થનારા પતિને મળવાનું નક્કી કર્યું, તેઓ મેઉ ગામમાં રહેતા હતા.” “બાપદાદાની છ એકર જમીન હતી અને ખેતીથી નવ હજારની આવક થતી હતી. દૂઝણાંથી મહિને 10 હજાર રૂપિયાની દૂધની આવક હતી અને તેઓ નોકરી કરતા હતા, જેમાં પાંચ હજાર રૂપિયા પગાર મળતો હતો. એટલે ઘર ખાધે-પીધે સુખી હતું. આ સુખ છતાં એક તકલીફ હતી કે એના ઘરે શૌચાલય ન હતું. લગ્ન પહેલા થનારા પતિએ ઘરમાં શૌચાલય બંધાવી આપવાનું વચન આપ્યું હતું. જે બાદ તેમનાં લગ્ન જૂન 2013માં થયાં. પણ શૌચાલયના બનાવી આપ્યું અને જ્યારે શૌચાલયની વાત કાઢું તો મારઝૂડ કરતા.

મમતાનાં લગ્ન થયાં પણ તેમની સાસરીમાં વચન પ્રમાણે શૌચાલય ન બન્યું અને તેના કારણે દંપતી વચ્ચે કડાકૂટ થવા લાગી હતી. મમતાષા કહે છે કે, “હું વારંવાર કહેતી હતી કે વચન આપ્યું હતું, એ પ્રમાણે ઘરમાં શૌચાલય બનાવો, તેઓ મારી વાત સાંભળતા નહોતા. મારા માટે ખુલ્લામાં શૌચ જવું મુશ્કેલ હતું અને મળસ્કે અંધારામાં અથવા સાંજે અંધારું થયા પછી ગામના સીમાડે જવું પડતું હતું. આ અરસામાં હું બીમાર થઈ, ફૂડ પૉઇઝનિંગ થયું અને મને વારે-વારે શૌચ માટે જવું પડતું હતું ગામના વચ્ચેથી સંકોચ સાથે જવું પડતું હતું, જે મારી માટે અસહ્ય થઈ ગયું. ત્યાર પછી મે ઘરમાં શૌચાલય બનાવવાની વાત કાઢી, જેથી મારઝૂડ શરૂ થઈ ગઈ.”

મમતા કહે છે કે, “હું સહન કરતી હતી. ધીમે-ધીમે ત્રાસ વધવા લાગ્યો, નાની અમથી ભૂલમાં માર પડતો હતો, મારી સાથે જાનવર જેવું વર્તન કરાતું હતું. છેવટે હું પતિનું ઘર છોડીને પોતાના ઘરે આવી ગઈ.”

એકને બદલે બે ઘર તૂટ્યાં

મમતાના ભાઈ જયંત કહે છે કે, “મારી બહેન ઘર છોડીને આવી, એટલે એના પતિ નરેન્દ્રે મારી સાથે પરણાવેલી એની બહેનને પણ પરત બોલાવી લીધી.”
પરંતુ મારા પિતા નારાજ હતા. સમાજમાં આબરૂ જવાના ડરથી સમાધાન કર્યું.”

આ સમાધાન સહેલું નહોતું, મમતાના પરિવારે સમાજના વડીલોની હાજરીમાં ‘મમતાની ભૂલના પ્રાયશ્ચિતરૂપે’ દંડ ભરવાનો વારો આવ્યો. જયંત કહે છે કે, “મારી બહેનની ભૂલ બદલ સાટાપાટાના દંડરૂપે અમે એક ભેંસ આપી અને તેના પતિને ગાંધીનગરમાં કરિયાણાંની દુકાન કરવા પૈસા પણ આપ્યા.”

સમાધાન બાદ મમતાને પરિવારે વળાવી, એ સાથે જયંતનાં પત્ની કાન્તાને પણ તેમના પરિવારે પરત મોકલી દીધાં. આમ છતાં મમતાની સાસરીમાં શૌચાલય ન બન્યું અને મમતા ફરી મારઝૂડનો ભોગ બનવા લાગી. છેવટે મમતાએ લાંઘણજ પોલીસસ્ટેશનમાં ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો.

થયા છૂટાછેડા

કેસ થતા મમતાના ભાઈએ જયંત સાથે પરણાવેલાં કાન્તાને ફરીથી પરત બોલાવી લીધાં. મમતાઆ પછી છૂટાછેડા માટે ગાંધીનગરની અદાલતમાં ગઇ, ત્રણ વર્ષ ચાલેલા કેસ બાદ જસ્ટિસ કે. એસ. મોદીએ મમતાની તરફેણમાં ચુકાદો આપ્યો. અદાલતે છૂટાછેડા આપ્યા અને મમતાના પતિને ભરણપોષણ માટે મહિને છ હજાર રૂપિયા આપવાનો આદેશ પણ કર્યો.

સાટાપાટા પ્રથા રિવાજ શું છે?

ગુજરાતની કેટલીક જાતિઓમાં લગ્ન માટે સાટાપાટાની પ્રથા બે સદીથી ચાલતી હોવાનો દાવો કરાય છે. જાણીતા ઇતિહાસવિદ્ અને અમદાવાદસ્થિત એચ.કે. કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું, “ખાસ કરીને ઉત્તર ગુજરાતની કેટલીક ઓબીસી કોમમાં સાટાપાટાની પ્રથા આજે પણ ચાલુ છે. આ પ્રથા મુખ્યત્વે પશુપાલન અથવા પશુના આધારે જીવનનિર્વાહ કરતી કોમમાં વધુ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ એ છે કે જયારે આ લોકો પોતાનાં પશુને લઈને બહાર જાય ત્યારે એમનાં બાળકોનું ધ્યાન રાખી શકાય. કેમ કે જેમનાં સાટાપાટામાં લગ્ન થયાં હોય એ એક જ કુટુંબના હોય એટલે કે ભાઈની સાથે જે છોકરીએ લગ્ન કર્યાં હોય એ છોકરીના ભાઈએ એના બનેવીની બહેન સાથે લગ્ન કરવાનાં હોય છે. આ પ્રથા પ્રમાણે જો કોઈ છૂટાછેડા આપે તો એની બહેન કે ભાઈના ફરજીયાત છૂટાછેડા થાય એટલે જે-તે લોકો છૂટાછેડા વિશે જલદી વિચારે નહીં. આમ સમાજવ્યવસ્થા જળવાઈ રહે એવા આશયથી આ પ્રથા શરૂ થઈ હતી.”