ગુજરાત/ વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પરથી બિલ્ડરનો મૃતદેહ મળતા ચકચાર

વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર એક વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. તપાસમાં આ મૃતદેહ મનીષ પટેલ નામના બિલ્ડરનો હોવાનું કહેવાય છે.

Gujarat Vadodara
YouTube Thumbnail 2024 01 11T165502.318 વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પરથી બિલ્ડરનો મૃતદેહ મળતા ચકચાર

@નિકુંજ પટેલ

Vadodara News: વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર એક વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. તપાસમાં આ મૃતદેહ મનીષ પટેલ નામના બિલ્ડરનો હોવાનું કહેવાય છે.આ બનાવ આપઘાતનો છે કે હત્યાનો તે લક્ષ્મીપુરા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર આ બનાવ બન્યો હતો. જેમાં રેડ કોરલ નામની નવા બની રહેલા બિલ્ડીંગની કન્સ્ટ્રકશન સાઈટ પરથી પોલીસને અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે તપાસ કરતા આ મૃતદેહ મનીષ પટેલ નામની વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું હતું. મનીષ પટેલ સેવાસી ભાયલી રોડ પર રહે છે અને બિલ્ડરનો વ્યવસાય કરતા હોવાનું કહેવાય છે.આ અંગે ડીસીપી ઝોન-1 જુલી કોઠીયાએ જણાવ્યું હતું કે તેમના કુટુંબીજનોએ  મનીષ પટેલ વહેલી સવારે સાત વાગ્યે યોગા કરવા જતા હોવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. બાદમાં રેડ કોરલ નામના બિલ્ડીંગની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

મનીષ પટેલે આ બિલ્ડીંગના 13મા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ બનાવ આપઘાતનો છે કે હત્યાનો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ મનીષ પટેલના રહસ્યમય મોતને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….