Vadodara News: વડોદરામાં સગીરાની છેડતી કરનારા આધેડને મેથીપાક આપ્યો હતો. વડોદરાની મહિલાઓએ આધેડને મેથીપાક આપ્યો છે. નિઝામપુરા વિસ્તારમાં મહિલાઓએ મેથીપાક આપ્યો છે. સગીરાની છેડતી કરનારા આધેડની મહિલાઓ બરોબરની ધોલાઈ કરી છે. આમ કોલકાતાના બનાવના પડઘા હજી શમ્યા નથી ત્યાં વડોદરામાં આવી ઘટના બનતા-બનતા રહી ગઈ છે. જ્યારે વડોદરા સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે.
સ્ટેશનરીની દુકાન પર સગીરાની છેડતી કરવામાં આવી હતી. તેની જાણ કુટુંબીજનોને થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. સગીરા રક્ષાબંધને મામાના દિવસે ઘરે આવી હતી. સગીરાએ પરિવારને જાણ કરતાં મહિલાઓએ મેથીપાક ચખાડ્યો હતો. કુટુંબીજનોએ આધેડ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આધેડ સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ શાળામાં નકલી NCC કેમ્પનું આયોજન, સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર અને ઘણી છોકરીઓની છેડતી; હલચલ મચી ગઈ
આ પણ વાંચોઃ મહીસાગરમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા ચકચાર
આ પણ વાંચોઃ મંદિરમાં સેવા આપવા જતી તરુણીની છેડતી કરાઈ, રત્નકલાકારની કરાઈ ધરપકડ