- સુરત: ઉત્તરવહીમાં રોકડ રકમ મુકવામાં આવી
- વીર નર્મદ દ ગુજ યુનિની પરીક્ષામાં બની ઘટના
- 5 વિદ્યાર્થીઓ એ રૂ.500-200ની ચલણી નોટો મૂકી
- સાહેબ વારંવાર ફેલ થઈએ છીએ પાસ કરી દેજો
@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે ઉત્તરવહીમાં 200 અને 500ના દરની ચલણી નોટો મૂકી પાસ કરી દેવા વિનંતી કરી હતી. આ પ્રકારના કૃત્યને લઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક જ એક્શન લઈ છએ વિદ્યાર્થીઓના પેપરમાં ઝીરો માર્ક આપી 500 રૂપિયા પેનલ્ટી આપવામાં આવી હતી
સુરત મા વિદ્યાર્થીઓ એ હદ વટાવી છે..પરીક્ષા મા પાસ થવા માટે ઉત્તરવહી માજ રોકડ રૂપિયા મૂકી પાસ કરવા માટે પેપર માં લેખિત આપ્યું.. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં આ પ્રકારની ઘટના બની. યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં 500 અને 200ની નોટ મૂકીને લખ્યું છે કે સાહેબ, ઘણા સમયથી ફેલ થઈ રહ્યો છું, પાસ કરી દેજો. જોકે, ઉત્તરવહીમાં નોટ મૂકવાનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ વધતું દેખાય રહ્યું ફરીથી આ પ્રકારની ઘટના બનતા ચિંતાનો વિષય છે.
ઓક્ટોબર મહિનામાં એટીકેટીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં. 500 અને 200ની નોટ મૂકી હતી. નોટ મુકનાર 6 વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને જે વિષયમાં નોટ નીકળી હતી તેમાં 0 માર્ક્સ આપવાની સાથે 500ની પેનલ્ટી કરાઈ હતી.
ઉપરાંત ઉત્તરવહીમાં મૂકેલી 500 અને 200ની નોટો 6 વિદ્યાર્થીને પરત કરાઈ હતી. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકવાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. જેથી તેના નિયમમાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે..જેમાં. નવા નિયમ અનુસાર કોઈ વિદ્યાર્થી ચલણી નોટ ઉત્તરવહીમાં મૂકશે તો પ્રાથમિકમાં તેનું કાઉન્સેલિંગ કરાશે અને એ કર્યા બાદ પણ ચલણી નોટ મૂકે છે તો પછી તે વિદ્યાર્થીની ફરિયાદ ACB માં કરાશે. આટલું જ નહીં, 2,500 પેનલ્ટીથી માંડીને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવા સુધીનો નિયમ પણ લવાશે.
આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા
આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન
આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો