ઈન્દોર/ વડાપ્રધાન મોદીનાં હસ્તે બાયો સીએનજી પ્લાન્ટનું ઉદઘાટન, દરરોજ 17,000 કિલો CNGનું થશે ઉત્પાદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા બાયો-સીએનજી પ્લાન્ટ ગોબર-ધનનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે. 550 ટન ભીના કચરામાંથી 17500 કિલો બાયો-સીએનજીનું ઉત્પાદન કરતો ‘ગોવર્ધન બાયો CNG પ્લાન્ટ’ નો શુભારંભ થઇ ગયો છે

Top Stories India Uncategorized
narendra

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં બનેલા એશિયાના સૌથી મોટા બાયો-સીએનજી પ્લાન્ટ ગોબર-ધનનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે. 550 ટન ભીના કચરામાંથી 17500 કિલો બાયો-સીએનજીનું ઉત્પાદન કરતો ‘ગોવર્ધન બાયો CNG પ્લાન્ટ’ નો શુભારંભ થઇ ગયો છે.

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં સતત પાંચ વર્ષ સુધી સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ પર રહેવા માટે ઈન્દોર શહેર અને તેના લોકોના વખાણ કર્યા છે. ઈન્દોરનો આ બાયો સીએનજી પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. પીએમ મોદીનું કહેવું છે કે આ નવા પ્લાન્ટથી ઈન્દોરમાં સફાઈ કાર્યને વધુ વેગ મળશે અને ઈન્દોર અન્ય શહેરોને પણ પ્રેરણા આપશે.

આ પ્લાન્ટ દ્વારા એક વર્ષમાં 1 લાખ 30 હજાર ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને ઘટાડી શકાય છે. રાજ્યના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શહેરના સાંસદ શંકર લાલવાણી, જળ સંસાધન મંત્રી તુલસી સિલાવત, શહેરી વહીવટી રાજ્ય મંત્રી ઓપીએસ ભદૌરિયા અને શહેરના અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શક્ય તેટલા કચરાને રિસાયકલ કરવા માટે દેશના રાયપુર સહિત ત્રણ શહેરોમાં આવી તૈયારીઓ કરવામાં આવી છે જેથી લેન્ડફિલના ઉંચા પહાડો બનવાનો વારો ન આવે. આ દિશામાં મોબિયસ ફાઉન્ડેશનના પ્રયાસોની સફળતાનો ઉલ્લેખ કરતી ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ધીમે ધીમે આવા બાયો-સીએનજી પ્લાન્ટ દેશના અન્ય શહેરોમાં પણ સ્થપાશે અને તેઓ પણ સ્વચ્છતાના ક્ષેત્રમાં આવા પગલા ભરીને આગળ વધી શકશે. આ મામલે ઉત્તર પ્રદેશમાં કચરાનું સંચાલન કરતી મુસ્કાન જ્યોતિ નામની સંસ્થાના પ્રયાસોને પણ વીડિયો ફિલ્મ દ્વારા બતાવવામાં આવ્યા હતા.