IT વિભાગના દરોડા/ સોનુ સૂદની ઓફિસ પર ઇન્કમટેક્ષ વિભાગના દરોડા

સોનુની મુંબઈ સ્થિત ઓફિસમાં ITના અધિકારીઓ હાજર છે. સોનુની પ્રોપર્ટીની એકાઉન્ટ બુકમાં ગડબડ થઈ હોવાના આરોપા બાદ ટીમ પ્રોપર્ટીનો સર્વે કરે છે

Top Stories
sonu sood સોનુ સૂદની ઓફિસ પર ઇન્કમટેક્ષ વિભાગના દરોડા

 અભિનેતા સોનુ સૂદના ત્યાં અચાનક આઇટી વિભાગના દરોડા પડ્યા છે આ દરોડા રાજકીય પ્રેરિત હોવાનું મનાય છૈે       સૂદની ઓફિસ પર ઇનકમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.  સોનુની મુંબઈ સ્થિત ઓફિસમાં IT (ઇનકમ ટેક્સ)ના અધિકારીઓ હાજર છે. સોનુની પ્રોપર્ટીની એકાઉન્ટ બુકમાં ગડબડ થઈ હોવાના આરોપા બાદ ટીમ પ્રોપર્ટીનો સર્વે કરે છે. ITની ટીમોએ સોનુ સૂદ તથા તેની કંપનીઓ સાથે જોડાયેલી છ જગ્યાઓ પર સર્વે હાથ ધર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સર્વે ત્યારે કરવામાં આવી રહ્યો છે, જ્યારે ગયા મહિના સોનુ સૂદ દિલ્હી સરકારના એક પ્રોગ્રામનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. આ સમયે ચર્ચા હતી કે સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની સંભાવના છે.  નોધનીય છે કે , સોનુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી.

સોનુ સૂદે શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. સોનુ સૂદ તથા અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન દિલ્હીની ડેપ્યુટી CM (ચીફ મિનિસ્ટર) તથા એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ સોનુ સૂદની સાથે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.