દિલ્હીમાં ચાંદની ચોક માં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રેડ પાડવામાં આવી હતી.સાબુની દુકાનમાં ભોંયરામાંથી લોકર મળ્યા હતા. જેમાં સાત લોકરમાંથી ગઈ કાલે ૪.૯૪ કરોડ રૂપિયા મળી આવ્યા હતા.
કુલ મળીને અત્યાર સુધી ચાંદની ચોકની આ દુકાનમાંથી ૩૫.૩૪ કરોડ રૂપિયા મળી આવ્યા છે. હજુ પણ આઈટી ડીપાર્ટમેન્ટની આ મામલે શોધખોળ ચાલુ છે.