New Delhi News/ Truecaller એપના કાર્યાલય પર ઈનકમ ટેક્સના દરોડા

સ્વીડન બેઝ્ડ ટ્રુકોલર ભારત સહિત ઘણા દેશોમાં ખૂબ પોપ્યુલર છે

Top Stories India
Beginners guide to 2024 11 07T170106.042 Truecaller એપના કાર્યાલય પર ઈનકમ ટેક્સના દરોડા

New Delhi news : ટ્રુકોલર એપની ઓફિસ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રુકોલર ઓફિસ અને તેના સંબંધિત કેમ્પસમાં શોધખોળ કરવામાં આવી. કંપની પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમના ઉલ્લંઘનનો આરોપ છે, જે માટે ઈનકમ ટેક્સ એજન્સીઓ તપાસ કરી રહી છે.સ્વીડન બેઝ્ડ ટ્રુકોલર ભારત સહિત ઘણા દેશોમાં ખૂબ પોપ્યુલર છે. આ એપ તમને તે કોલરનું નામ જણાવતી હતી, જેનો નંબર તમારી કોન્ટેક્ટ બુકમાં સેવ ન હોય. ઉદાહરણ તરીકે જો કોઈ અજાણ્યા નંબરથી કોલ આવી રહ્યો છે તો ટ્રુ કોલર એપ તે શખ્સનું નામ મોબાઈલ સ્ક્રીન પર બતાવે છે.

તે બાદ તમે તે કોલને ઉઠાવવો કે ન ઉઠાવવાનો નિર્ણય લઈ શકો છો. ટ્રુકોલર એપની મદદથી તમે પોતાને સ્પેમ અને સ્કેમથી પણ બચાવી શકો છો. આ એપ પર અમુક નંબરને સ્પેમમાં રિપોર્ટ કરવાનું ઓપ્શન છે. દરમિયાન જો એક જ નંબરને ઘણા લોકો સ્પેમ રિપોર્ટ કરે છે તો એપ પણ તેને સ્પેમ માની લે છે. તે બાદ જ્યારે તે નંબરથી કોઈ કોલ કરે છે તો ટ્રુકોલર તેને સ્પેમ નંબર જણાવે છે. દરમિયાન અમુક લોકો પોતાને સ્પેમ અને ફેક કોલથી બચાવી શકે છે.

સ્વિડિશ એપ ટ્રુકોલરની શરૂઆત એલન મામેદી, નામી ઝરિંગહાલમે વર્ષ 2009માં કરી હતી. હવે તે ડેઈલી ઓપરેશનથી હટવા જઈ રહ્યાં છે અને જાન્યુઆરી સુધી પોતાનું પદ છોડી દેશે. હવે તેમનું સ્થાન ઝુનઝુનવાલા તેમનું સ્થાન સંભાળશે. રિશિત ઝુનઝુનવાલા પહેલેથી જ ટ્રુકોલર એપમાં પ્રોડક્ટ ચીફ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:LMV લાઇસન્સધારકને 7,500 કિ.ગ્રા. સુધીનું વાહન ચલાવવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો:પર્યાવરણના પ્રદૂષણને લઈ સૌથી પહેલા કોણે કરી હતી સુપ્રીમમાં અરજી, બની ગઈ ઐતિહાસિક લડાઈનું પ્રતીક

આ પણ વાંચો:સરકાર દરેક ખાનગી મિલકત હસ્તગત નહીં કરી શકે, સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક નિર્ણય