ભારતીય સેના માટે ગૌરવ સ્વરૂપ સમાચાર છે.ચીનની દેશની સીમા પર થઇ રહેલી ઘૂસણખોરીની વચ્ચે સરક્ષણ શક્તિમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અન્વયે બુધવારે 3 રાફેલ લડાકૂ વિમાન ફ્રાંસથી ભારત પહોંચ્યા છે. રસ્તામાં લેન્ડ કર્યા વીના નોનસ્ટોપ ત્રણેય રાફેલ 7000 કિલોમીટરથી વધુનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે. રાત્રે 9 કલાકે જામનગર ત્રણેય વિમાનોએ લેન્ડ કર્યું હતું. રાફેલનો ત્રીજો જથ્થો વાયુસેના બેઝ(IAF) પર લેન્ડ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય વિમાનોના ભારતમાં આગમન બાદ વાયુસેનાના બેડામાં સામેલ રાફેલની સંખ્યા 11 થઇ ગઇ છે. જેને કારણે ભારતીય સૈન્યમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Wonder / પાકિસ્તાનમાં દેખાઇ ખૂબ જ ચમકતી ઉડતી રકાબી(UFO), પાડોશી દેશમાં વિવિધ પ્રકારની અટકળો
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે 3 રાફેલ લડાકૂ વિમાન 7 હજાર કિલોમીટરથી વધુનું અંતર ખેડીને ભારત પહોંચ્યા છે. રસ્તામાં UAEની વાયુસેના દ્વારા આકાશમાં જ તેમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ રાફેલમાં ફ્યૂલ ભરવા પર UAEની વાયુસેનાનો આભાર માન્યો હતો.આ પહેલા 5 રાફેલ વિમાનોની પહેલી બેચને 10 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનામાં કમીશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2020માં ત્રણ વધુ રાફેલ વિમાન ભારત પહોંચ્યા હતા. ત્યારબાદ આજે અન્ય ત્રણ વિમાન ભારત પહોંચ્યા છે. આ રીતે કુલ 11 રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થઇ ચૂક્યા છે.
IPL Auction 2021 / લાગશે બોલી-વેચાશે ખેલાડી : 57 ખેલાડીઓ માટે 196.6 કરોડની લાગશે બોલી
બોર્ડર પર ચીનથી તણાવ વચ્ચે આગામી વર્ષ એપ્રિલ સુધી ભારતને કુલ 21 રાફેલ લડાકૂ વિમાન ફ્રાંસથી મળશે. 21 રાફેલ વિમાનોની ડિલીવરીની સાથે જ ભારતીય વાયુસેનાની મારક ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે. જણાવી દઇએ કે ભારતે ફ્રાંસથી 36 રાફેલ લડાકૂ વિમાનો માટે કરાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના ખુદને મજબૂત કરવામાં લાગી છે. આ તબક્કામાં હથિયારોની ખરીદી સાથે તેઓ સ્વદેશી હથિયારો પર ભાર આપી રહી છે.
OMG! / લગ્ને-લગ્ને કુવારો : ખોટું નામ ધારણ કરી ત્રણ-ત્રણ લગ્ન કરનાર લંપટ પતિની આવી છે કહાની…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…