Ahmedabad News/ અમદાવાદના પેસેન્જરોની સુવિધામાં વધારો, મહત્વના ચાર શહેરોની જોડતી ડાયરેક્ટ ફલાઈટ આજથી શરૂ

અમદાવાદના મુસાફરોને હવે મહત્વના ચાર શહેરોમાં મુસાફરી કરવી વધુ સરળ બની છે.

Top Stories Ahmedabad Gujarat
Cricket Tutorials YouTube Thumbnail 2 અમદાવાદના પેસેન્જરોની સુવિધામાં વધારો, મહત્વના ચાર શહેરોની જોડતી ડાયરેક્ટ ફલાઈટ આજથી શરૂ

Ahmedabad News: અમદાવાદના મુસાફરોને હવે મહત્વના ચાર શહેરોમાં મુસાફરી કરવી વધુ સરળ બની છે. આજથી કોચિન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને ગુવાહાટી જવા માટે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા અમદાવાદથી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે અમદાવાદથી કોલકાતા જવા માટે ફક્ત એક ફ્લાઈટ કાર્યરત જ હતી, પરંતુ પેસેન્જરના ધસારાને પગલે હવે સાંજના સમયે બીજી ફ્લાઈટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઈન્ડિયો એરલાયન્સ દ્વારા અમદાવાદના મુસાફરોને વધુ સુવિધા આપવામાં આવી છે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરતા મુસાફરી વધુ આરામદાયક બનશે. આજથી અમદાવાદ- ત્રિવેન્દ્રમ અને કોચિન, અમદાવાદ ગુવાહાટી અને અમદાવાદ કોલકાતાની સીધી ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી કોલકાતા જવા માટે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા હાલ એક ફ્લાઈટ ચાલી જ રહી છે અને હવે એરલાઈન્સ દ્વારા વધુ એક ફ્લાઈટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

  • અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફલાઈટ સપ્તાહમાં 4 દિવસ
  • અમદાવાદથી કોચિન ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસ
  • અમદાવાદથી ગુવાહાટી જવા માટે ડેઈલી ફ્લાઈટ
  • અમદાવાદથી કોલકાતા જવા માટે પણ ડેઇલી ફ્લાઇટ

જાણો કઈ ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે
અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટની સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ફરશે. આ ફલાઈટ અમદાવાદથી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સાંજે 4:25 કલાકે ઉડાન ભરશે અને સાંજે 7:05 કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે. ત્રિવેન્દ્રમથી આ ફ્લાઈટ સાંજે 7:35 કલાકે ઉડાન ભરશે, જે અમદાવાદ રાત્રે 9:55 કલાકે પહોંચશે.

અમદાવાદથી કોચિન ફ્લાઇટ સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે, જે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 4:25 કલાકે ઉડાન ભરશે અને સાંજે 6:45 કલાકે કોચિન પહોંચાડશે. કોચિનથી અમદાવાદ આવવા માટે એ જ દિવસે સાંજે 7:15 કલાકે કોચિનથી ઉડાન ભરશે અને રાત્રે 9:50 કલાકે અમદાવાદ પહોંચશે.

અમદાવાદથી ગુવાહાટી જવા માટે ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ મળશે, જે અમદાવાદથી સવારે 8:30 કલાકે ઉડાન ફરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચશે. ગુવાહાટીથી અમદાવાદ આવવા માટે સાંજે 4:55 કલાકે ઉડાન ભરશે અને રાત્રે 8:35 કલાકે અમદાવાદ પહોંચશે.

કોલકાતા જવા માટે હવે અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે 9:20 કલાકે ફ્લાઈટ ઉડાન ભરશે, જે રાત્રે 11:45 કલાકે કોલકાતા પહોંચાડશે. કોલકાતાથી અમદાવાદ આવવા માટે બપોરે 12:50 કલાકે ઉડાન ભરશે, જે બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રિડેવલપમેન્ટને લઈને કાલુપુર રેલ્વે સ્ટેશને વીઆઇપી લોન્જ બંધ

આ પણ વાંચો: કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ થશે, જાણો શું છે હકિકત

આ પણ વાંચો: અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર માસૂમને તરછોડી દેવાનો કિસ્સો, ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવી